Abtak Media Google News

સંત સંમેલનમાં દેશભરનાંસંતોને અપાયું આમંત્રણ: શેર નાથ બાપુ

સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ દ્વારા સનાતન ધર્મ અને તેના દેવી-દેવતાઓ અંગે જે અભદ્ર ટિપ્પણીઓ શરૂ કરવામાં આવી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં પણ અભદ્ર રીતે દેવી-દેવતાઓની વાતો વર્ણવવામાં આવી છે તેની સામે સનાતન ધર્મના સંતો મહંતોનો આક્રોશ હજુ યથાવત રહ્યો છે. અને આગામી તા. 21 સપ્ટેમ્બરે જૂનાગઢના ભવનાથ સ્થિત ગૌરક્ષનાથ આશ્રમ ખાતે ભારતભરના સનાતન ધર્મના સંતોની એક બેઠકનું આયોજન કરાયું છે. જેમાં સનાતન સંરક્ષણ સમિતિની જે નિયુક્તિ છે તેમાં ફેરફાર કરવામાં આવશે અને સનાતન ધર્મ સામે કાદવ ઉછાળનારાઓ સામે કેવા એક્સન લેવા તે અંગેનો એક્શન પ્લાન ઘડાશે.

સાળંગપુર મંદિર ખાતે હનુમાનજીના ચિત્રોને લઈને સર્જાયેલા વિવાદ બાદ સમાધાન થયું હતું. પરંતુ આ સમાધાન સનાતન ધર્મના સંતો મહંતો પૂરતું નથી ગણ્યું ત્યારે આ બાબતે સનાતન ધર્મના અનેક સંતો મહંતો હજુ લાલઘુમ છે અને તેમની નારાજગી યથાવત છે. ત્યારે આગામી તા. 21 ના રોજ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ગૌરક્ષનાથ આશ્રમ ખાતે ભારતભરના સંતો, મહંતોની એક વિશાળ બેઠક મળશે અને તેમાં સનાતન સંરક્ષણ સમિતિની જે નિયુક્તિ છે તેમાં ફેરફાર કરવામાં આવશે. અને આ સમિતિમાં વિશિષ્ટ સંતો, આચાર્યનો ઉમેરો કરવામાં આવશે. તેમજ સંગઠિત વ્યવસ્થિત કરવામાં આવશે તેમ ગૌરક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુ એ જણાવ્યું છે.

આ અંગે ત શેરનાથ બાપુના જણાવ્યા અનુસાર આ બેઠકમાં સમસ્ત સૌરાષ્ટ્ર – કચ્છ ગુજરાતમાંથી વિશિષ્ટ સંતો, આચાર્ય ઉપસ્થિત રહેશે અને   અમુક સંતો દ્વારા સનાતન પરંપરા ઉપર જે કાદવ ઉડાડ્યો છે તે અયોગ્ય છે અને અભદ્ર ટિપ્પણી કરી છે તે સનાતન ધર્મ માટે ખૂબ જ દુ:ખદ બાબત છે. આ સાથે સાહિત્યમાં માતા સીતાજી, શિવજી અને મા પાર્વતીજી તથા નાથ પરંપરાના ગુરુ વિશે જે અભદ્ર ટિપ્પણી બોલાવવામાં આવી છે તે સનાતન ધર્મ ઉપર એક વજ્રઘાત સમાન છે. આ સિવાય  સાહિત્યમાં અનેક એવા મુદ્દા છે જે વિવાદિત છે. ત્યારે આગામી 21 તારીખે ગૌરક્ષના આશ્રમ ખાતે મળનારી બેઠકમાં આ બાબતે કોટ રાહે કાર્યવાહી, મહા રેલી, મહાપ્રયાણ, શોભાયાત્રા, કૂચ સહિતના અનેક એક્શન પ્લાન ઘડવા સહિતના વિવિધ આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.