Abtak Media Google News
  • પિતા સાથે થયેલી માથાકૂટનો બદલો લેવા છરીના 14 ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું
  • ફરિયાદી ,નજરે જોનાર સાહેદ અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાને આધારે અદાલતે આરોપીને તકસીરવાન ઠરવ્યો

રાજકોટ શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલા આંબેડકર નગરના ગેટ પાસે જૂની અદાવત નો ખાર રાખી યુવકની છરીના 14 ધા ઝીંકી હત્યાના  છ વર્ષ પહેલાનાબનાવનો કેસ અદાલતમાં ચાલી જતા નામચીન શખ્સ ફારુક રજાક જામનગરી ને તકસીરવાન ફેરવવામાં આવ્યો છે. વધુ વિગત મુજબ શહેરના શહેરના કોઠારીયા મેઇનરોડ નજીક બગદાદી ગેટ પાસે મહાત્મા ગાંધી સોસાયટીમા રેહતો યુનુસ કરીમ પીપરવાડીયા નામના યુવકની તા.8/8/16નાં રોજ છરીના 14 ધા ઝીંકી હત્યા નિપજાવ્યાંની મૃતકના પિતરાઈભાઇ ઈકબાલ અજીતભાઈ પીપરવાડીયા એ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફારૂક રજાક જામનગરીની ધરપકડ કરી કલમ 302 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુનુસ પેપરવાડીયા તેના પિતરાઈ ભાઈ અને મિત્રો અને પુત્ર સાથે કારમાં આવી રહ્યા હતા.

Advertisement

ત્યારે  આરોપી ફારુક જામનગરીએ સ્વિફ કાર આડી નાખી અને યુનુસ પેપરવાળીયા પર છરી વડે તૂટી પડ્યો હતો. પિતા રજાક જામનગરી સાથે  દોઢક વર્ષ પહેલા થયેલી માથાકૂટ નો બદલો લેવા ઢીમ ઢાળી દીધાની કબુલાત આપી હતી. તપાસપૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. બાદ અદાલતમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે એપીપી બિનલબેન રવેશિયા હાજર રહી કેસની સુનાવણીને આગળ ધપાવી હતી. જેમાં પંચો અને તપાસનીશને તપાસવામાં આવેલા, ફરિયાદી અને નજરે જોનાર સાહોદોએ બનાવને સમર્થન આપ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં ઘટના કેદ હોવાથી તપાસનીસ દ્વારા 65 બી.મુજબનું સર્ટિફિકેટ મેળવી કોર્ટમાં રજૂ કર્યું હતું. એવિડન્સ માટે રજૂ કર્યું હતું.

જજ બી.ડી.પટેલે ફરિયાદી નજરે જવાના સાહેદો અને સીસીટીવી ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ કોર્ટે માન્ય રાખી આરોપી ફારુક રજાક જામનગરીને  આજીવન કેદની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે. અને જો દંડ ચૂકવવામાં  કસુર ઠરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા અને કલમ 135 હેઠળ ચાર માસની અને એક હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. કેસમાં સરકારી વકીલ બીનલબેન રવેસીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.