Abtak Media Google News

Gujarat માં પડેલા ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ જળાશયોમાં સામાન્યથી લઈને ધરખમ પાણીની આવક થવા પામી છે. જેના કારણે રાજ્યના ૨૦૩માંથી ચાર જળાશયોને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને ૧૧૫.૫૪ મીટર સુધી પહોચી ગઈ છે.

Advertisement

Gujarat ના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૪/૦૭/૨૦૧૭ના રોજ સવારે ૮-૦૦ કલાકની સ્થિતિએ રાજ્યમાં પડેલા વ્યાપક વરસાદને કારણે રાજયના ૨૦૩ જળાશયો પૈકી ચાર જળાશયોને હાઇ એલર્ટ તેમજ અન્ય ચાર જળાશયોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યના ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર છે તે પૈકી હાલમાં ૫૦૧૩.૫૮ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૫.૫૪ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૧.૩૦ ટકા જેટલો ભરાયો છે.

રાજ્યના જે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે તેમાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, મોરબી જિલ્લાના ડેમી-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ કુલ ચાર જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-ર, મોરબી જિલ્લાના મચ્છુ-ર અને ડેમી-ર એમ મળી કુલ ચાર જળાશયને એલર્ટ તેમજ મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ જળાશય માટે ચેતવણી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.