Abtak Media Google News

રોકડ, મોબાઈલ મળી રૂા.૪૪ હજારનો મુદામાલ જપ્ત

શાપર-વેરાવળનાં પારડીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ અને મોબાઈલ મળી રૂા.૪૪ હજારનાં મુદામાલ સાથે શાપર પોલીસે ઝડપી લીધા છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શાપરનાં પાટડી ગામે આવેલા શીતળા મંદિર પાસે જુગટુ રમતા નવાગામ શકિત સોસાયટીમાં રહેતા લાખા જીવાભાઈ કડછા, શાપર અનમોલ પાર્કમાં રહેતા ભગત ઉર્ફે ભરત કાનાભાઈ ઓડેદરા, કોઠારીયા, રીંગ રોડ પર રહેતા રાજેશ મશરીભાઈ કરમુડ અને મૈયાભાઈ ખેતાભાઈ ગોહેલ નામના શખ્સોને શાપર પીએસઆઈ એન.આર.ગોંડલીયા, હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ બકોત્રા, માવજીભાઈ ડાંગર અને રવિરાજસિંહ ઝાલા સહિતનાં સ્ટાફે ઝડપી રોકડ રૂા.૪૨,૭૦૦ અને ત્રણ મોબાઈલ મળી રૂા.૪૪ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.