Abtak Media Google News

નોન-એનએફએસએ એપીએલ-૧ કાર્ડધારકોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણાદાળ અપાશે

રાજ્યભરમાં આવતીકાલથી નોન-એનએફએસએ એપીએલ-૧ કાર્ડ ધારકોને અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે. રાજ્યભરની સસ્તા અનાજની દુકાનો ખાતેથી કાર્ડ ધારકોને વિનામુલ્યે આયોજનબદ્ધ રીતે ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણાદાળ આપવામાં આવશે.

રાજયમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાં લોકડાઉન અમલમાં છે. રાજ્ય સરકારે નોન-એનએફએસએ એપીએલ-૧ કાર્ડ ધારકોને તા. ૭ મે થી અનાજ વિતરણ કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર અને પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ચણા દાળ અને ૧ કિલો ખાંડ વાજબી ભાવની દુકાનેથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

રાશનકાર્ડના છેલ્લો આંક ૧-૨ ધરાવતા કાર્ડધારકોને ૭ મે ના રોજ, છેલ્લો આંક ૩-૪ ધરાવતા કાર્ડધારકોને ૮ મે ના રોજ, છેલ્લો આંક ૫-૬ ધરાવતા કાર્ડ ધારકોને ૯ મે ના રોજ, છેલ્લો આંક ૭-૮ ધરાવતા કાર્ડધારકોને ૧૦ મે ના રોજ, અને છેલ્લો આંક ૯-૦ ધરાવતા કાર્ડધારકોને ૧૧ મે ના રોજ અનાજ વિતરણ કરવામાં આવશે. બાકી રહેલા કાર્ડધારકોને ૧૨ મે ના રોજ અથવા ૧૨ મે પછી વહેલી તકે અનાજ મેળવવાનું રહેશે. રાશનકાર્ડના છેલ્લા નંબરનાં આધારે ગ્રાહકોએ અનાજ લેવા સસ્તા અનાજની દુકાને કાર્ડદિઠ એક વ્યકિતએ જ આવવાનું રહેશે. કાર્ડધારકે આધારકાર્ડ ઓરીજનલ સાથે રાખવાનું રહેશે. સોસીયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. અનાજના જથ્થાની જરૂર ન હોય તો સ્વેચ્છાએ જતો કરવા કાર્ડધારકને અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.