Abtak Media Google News

દોરડાકુદ, લીંબુ ચમચી, કોથળાદોડ,  સંગિત ખુરશી અને રસ્સા  ખેંચ સહિતની રમતો બાળકોથી લઈ વડિલોએ માણી

છેલ્લા ૩ વર્ષથી સતત કાર્યરત ફનસ્ટ્રીટ કે જયાં તમામ રમત ગમત વર્ષનાં બાળકોથી લઈ બધા જ લોકો રમી શકે છે. જેમકે દોરડા કુદ, રંગોળી, લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, સોનાનો ‚માલ, સેલ્ફી ઝોન, સાપસીડી, રસ્સા ખેંચથી લઈ તમામ જૂની રમત ગમત લોકોએ રમી હતી અને લોકોનું કહેવું છે કે આ બધી જૂની રમત રમીને બાળપણ યાદ આવી ગયું હતુ. સાથે એમ પણ કહ્યું હતુ કે આજનું જીવન ખૂબજ વ્યસ્ત છે.

પરંતુ સમય કાઢીને વહેલી સવારે લોકો મેન્ટલી ફ્રેસ થવા માટે અહી ફનસ્ટ્રીટમાં આવી રહ્યા છે. સાથે એમ પણ કહ્યું હતુ કે મોબાઈલમાં રમાતી વિડિયોગેમ અને ટીવી મોબાઈલની દૂનિયામાં જૂની રમતો જે વિસરાતી જાય છે. એને તાજી કરીને આ ફનસ્ટ્રીટનું આયોજન જે કરવામાં આવે છે. એ ખૂબજ પ્રિય છે.

ત્યારે જિતુભાઈ ગોટેચાએ વધુમાં જણાવ્યું હતુ કે સતત ૩ વર્ષથી કાર્યરત આ ફનસ્ટ્રીટમાં લોકોને અતિપ્રિય છે. ત્યારે આ વર્ષે આ ફનસ્ટ્રીટનું આયોજન રીંગરોડ પર કરવામાં આવ્યું હતુ દર વર્ષે ફનસ્ટ્રીટ રેસકોર્ષના અંદરનાં ભાગમાં કરવામાં આવે છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નરની આગેવાની હેઠળ આ વર્ષે આયોજન રીંગરોડ પર કરવામાં આવ્યું હતુ.

ત્યારે આ વર્ષે ફનસ્ટ્રીટમાં ૫૦૦૦થી વધુ લોકોએ વિસરાયેલી જૂની રમતો રમીને પોતાનું બાળપણ તાજૂ કર્યંુ હતુ. સાથે સાથે બાળકોએ એવું કહ્યું હતુ કે મોબાઈલમાં રમાતી ગેમ કરતા આ બધી જૂની રમતો રમવી જોઈએ કારણ કે હવે રમવા માટેના ગ્રાઉન્ડ ઓછા થતા જાય છે. ત્યારે ફનસ્ટ્રીટમાં એકદમ ફ્રીલી બધી જ રમતો રમવામાં આવે છે. અને બાળકોથી લઈ તમામ લોકો ખૂબ જ આનંદ પૂર્વક ભાગ લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.