Abtak Media Google News

અમદાવાદ શહેરના રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્ષના મોબાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે, કોમ્પલેક્ષના બીજા માળે આવેલી મોબાઈલની દુકાનોમાં આગ લાગતા 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગની ઘટનાના પગલે રિલિફ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.