Abtak Media Google News

નામચીન ગેંગે વધુ ચાલુ વાહનને નિશાન બનાવી ૯૯ બેગના દાણા તફડાવ્યા: જતવિસ્તારમાં ખતરનાક ગેંગના સભ્યો દ્વારા ચાલુ ટ્રકમાંથી જીરૂ, ઇલેકટ્રોનીક આઇટમ અને કેમીકલની ચોરીને અંજામ આપે છે

રાજકોટ રેન્જ સંદિપસિંહ દ્વારા ગેડીયા ગેંગ સામે ગુજસીટોકનો કાયદાનો કંસજો કસીયા બાદ ઝાલાવાળ પથંક કુખ્યાત ગેડીયા ગેંગ ફરી સક્રિય? જત વિસ્તારમાં અવર નવર લૂટ ફાટનો સીલસીલો યથાવત રહ્યો છે.

Advertisement

ખતરનાક ગેંગના સાગરીતો દ્વારા ચાલુ વાહને જીરૂ, ઇલેકટ્રોનીક આઇટમ અને કેમીકલ સહિતની વસ્તુઓની ચોરીમાં કુખ્યાત બની છે. ત્યારે લાબા સમયબાદ ફરી ગેંગ દ્વારા લખહ જળકાવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે ચાલુ ટ્રકમાંથી રૂ.૧.૭૮ લાખની કિંમતના પ્લાસ્ટીકના દાણાની ૯૯ બેગની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વધુ વિગત મુજબ ઝાલાવડ પંથકના ધોરી માર્ગ પર અવાર નવાર ચાલુ વાહને માલ-સમાનની ચોરીની ઘટનાઓ અવાર નવાર બનતી હોવાની પ્રકાશમાં આવે છે. ત્યારે વધુ એક વખત વિરમગામ માલવણ માર્ગ પર આવેલા વણા ગામની નજીક એનએલ૧એબી ૯૩૭૧ નંબરનો પ્રસાર થતા ચાોુ ટ્રકમાંથી રૂ.૧.૭૮ લાખની કિંમતની ૯૯ બેગના પ્લાસ્ટીક દાણાની ચોરી કરી ગયાની ટ્રકના ચાલક ક્રિષ્નાકુમાર શિવશંકટ જરૂપલાલ ઝાએ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુંનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.

ફરી સક્રીય બનેલી ગેડીયા ગેંગને નાથવા કમ્મર કસતા રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ

જરૂર ડેટા એકઠા કરી ગુજસીટટોક હેઠળ કાર્યવાહી કરાશે

Ef

ઝાલાવડ પંથકના જત વિસ્તારમાંથી હાઇ-વે પર પસાર થતા ચાલુ વાહને ચોરી કરતી ખુખાર ગેંગ સામે તાજેતરમાં જ રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ પણ કેટલાક શખ્સો દ્વારા ચાલુ વાહને ચોરી કરવામાં સક્રીય હોવાનું પોલીસના ધ્યાને આવતા આવા શખ્સો સામે કડક કાર્યવાહી માટે રેન્જ આઇજી સંદિપસિંહે કમ્મર કસી હોય તેમ તમામના ડેટા એકઠા કરી ગુજસીટોડ હેઠળ ગુનો નોંધવા કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

ગેંડીયા ગેંગથી જાણીતી કુખ્યાત તસ્કર ટોળકી દ્વારા સૌરાષ્ટ્રમાંથી ઉંઝા ખાતે જતા જીરૂની ચોરી કરવાની શરૂઆત કર્યા બાદ ચાલુ વાહને હિન્દી ફિલ્મના સ્ટંટની જેમ કિંમતી માલ સામાનની ચોરી કરી સમગ્ર જત વિસ્તારમાં હાહાકાર મચાવતી ગેંગ ફરી સક્રીય બની છે.

ગેંડીયા ગેંગ જીરૂ ઉપરાંત ઇલેકટ્રોનિક ઉપકરણો, પ્લાસ્ટીકના દાણા અને કંડલા બંદર ખાતે આયાત-નિકાસ થતા કાજુ-બદામ તેમજ ચોખાની ચોરી કરતા હોવાથી પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ગઇ છે.

એકલ દોકલ ટ્રક ચાલક સામનો કરે ત્યારે તેના પર હુમલો કરી લૂંટ પણ ચલાતા હોવાથી આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ફફડાટ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.