Abtak Media Google News

એનડીએનાં રાષ્ટ્રપતિના ઉમેદવાર રામનાથજી કોવિંદ આજરોજ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે.

રામનાથજી કોવિંદનું સાંજે ૫.૩૦ કલાકે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનાં સભ્યો, પ્રદેશ આગેવાનો અને વિવિધ સમાજ દ્વરારા અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાશે.

આજે રામનાથજી કોવિંદ મહારાષ્ટ્ર અને ગોવા રાજયના ચૂંટાયેલા સભ્યોને મળ્યા બાદ સાંજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ભાજપના ધારાસભ્યો સંસદ સભ્ય, પ્રદેશ કોર ટીમ સહિતના આગેવાનો સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયજી ઉપસ્થિત રહેશે રાત્રે ત્રણેય આગેવાનો દિલ્હી પરત થશે.

રાષ્ટ્રીય અધ્યક્ષ અમતિભાઈ શાહ અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ દિલ્હી ખાતે અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોઈ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયજી ભાજપના વરિષ્ઠ આગેવાનો હાજર રહેશે તેમ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.