Abtak Media Google News

વંથલીના ધંધુસરની વાડીમાં જુગાર રમતા ૧૦ શખ્સોની રૂ.૮.૫૦ લાખના મુદામાલ, કુતિયાણાના ઇશ્ર્વરીયામાં જુગાર રમતા ૭ શખ્સો રૂ.૮૫ હજારના મુદામાલ સાથે ઝડપાયા

વંથલીના ધંધુસર, કુતિયાણાના ઇશ્ર્વરીયા અને ધોરાજીના બાવલા ચોકમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી જુગાર રમતી ચાર મહિલા સહિત ૨૧ની રૂ.૯.૫૯ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

વંથલી તાલુકાના ધંધુસર ગામના ભૂપત ઉર્ફે જગા મોહનની વાડીના મકાનમાં ધંધુસરના મોહન કરશન ચાંગેલા અને રાજુ ઉર્ફે ભગત ધીરુ મેર નામના શખ્સોએ જુગાર કલબ શરૂ કરી હોવાની બાતમીના આધારે પી.એસ.આઇ. બી.એસ.જાડેજા અને હેડ કોન્સ્ટેબલ સુમરા સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડયો હતો.

જુગાર રમતા મોહન કરશન ચાંગેલા, રાજુ ઉર્ફે ભગત ધીરૂ મેર, ભગવાનજી ગોપાલ વિરપરીયા, પરબત હમીર વાંકુ, માણાવદરના પ્રવિણ કુકડીયા, અમરાપુરના ભીમા સામત મોઢવાડીયા, રાણાવાવના રામજી જીવા જાડેજા, કલ્પેશ જયંતીલાલ બાવલા, જામજોધપુરની સોનલ ઉર્ફે પૂનમ બધા અને શબ્બીર નજુમીયા નામના શખ્સોની રૂ.૨.૩૨ લાખની રોકડ સાથે ધરપકડ કરી ૧૦ મોબાઇલ, ૩ બાઇક અને ૧ સ્વીફટકાર મળી રૂ.૮.૫૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન રામા હાજા મુરી અને લીલા કાળા નામના શખ્સો ભાગી જતા બંનેની શોધખોળ હાથધરી છે. કુતિયાણા તાલુકાના ઇશ્ર્વરીયા ગામે હમેશ પોલા ઠકરાણી નામના શખ્સના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા હરેશ પોલા ઠકરાણી, દિપક ગોવિંદ ગોજીયા, નવઘણ ભુરા થાણાવાયા,ભરત કડીરામ મોઢવાડીયા, મધુબેન મુળુભાઇ બાપોદરા, હિનાબેન ઘનશ્યામ શેખ અને શોભનાબેન ભરતભાઇ રામોલીયા નામના શખ્સોને રૂ.૩૫ હજારની રોકડ સાથે ધરપકડ કરી કાર મળી રૂ.૮૫ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. ધોરાજીના બાવલા ચોકમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂ.૨૪,૬૦૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.