Abtak Media Google News

હાલમાં ગીર સોમનાથ જીલ્લા વિસ્તારમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા જીલ્લા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા સારુ પોલીસ વડા  હિતેશ જોયસરની સુચના અનુસાર એલ.સી.બી. સ્ટાફના માણસો  પોલીસ ઇન્સ. બી.બી.કોળી સા.ના માર્ગદર્શન મુજબ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તા. ૭ જુલાઇ ના રોજ પો.હેન્ડ કોન્સ. રામદેવસિંહ જાડેજા, લલીતભાઇ ચુડાસમા તથા પો.કોન્સ. કનકસિંહ કાગડાનાઓને હકીકત મળેલ કે વેરાવળનો અને હાલ જુનાગઢમાં ઢાલ રોડ ઘાંચીની કમાડ સ્ટાર વાળાના મકાનમાં રહેતો જાવીદહુસેન સૈયદમહમદ અલ્વી ચોરી કરેલ મોટર સાયકલ સાથે જુનાગઢ રોડ તરફથી વેરાવળ આવે છે તેવી હકીકત મળતા તુરત જ વોચમાં રહેતા સદર ઇસમ મો.સા. સાથે આવતા તેને રોકી મોટર સાયકલના કાગળ, બીલ કે આધાર પુરાવા માગતા નહી હોવાનું જણાવતા કાયદેસર કબ્જે કરેલ વધુ યુકિત પ્રયુકિતથી અન્ય ચાર મોટર સાયકલોની આજથી ચારથી પાંચ વર્ષ પહેલા જુનાગઢ ખાતેથી ચોરી કરેલની કેફીયત આપતા ચોરાયેલા મોટર સાયકલો વેરાવળ શહેરમાંથી કબ્જે કરી મજકુર ઇસમને ધોરણસર અટક કરી આ બાબતે તપાસ કરતા ઉપરોકત વાહનમાંથી ત્રણ વાહનો અંગે જુનાગઢ શહેરમાં એ ડીવી. તથા બી ડીવી. પો.સ્ટે. માં ગુનાઓ નોંધાયેલ હોવાનું પ્રાથમીક તપાસમાં જણાયેલ છે અને આગળની વધુ તપાસ પો.હે. કોન્સ. રામદેવસિંહ જાડેજા ચલાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.