Abtak Media Google News

ધીરૂભાઇ ગોહિલને રોકડ રકમ જરૂરી ડોકયુમેન્ટ સાથે મળી આવેલ પાકીટ મૂળ માલિકને પરત સોપ્યું

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના રહીસને ઉના એસટી બસ કંડકટર તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ ગોહિલને એક પાકીટ મળેલ તે પાકીટ મુળ માલીક ને પરત કરી ધીરુભાઈ ગોહિલે માનવ મહેક પ્રસરાવી છે.

અમરેલી ઉના રુટ મા સાલતી બસમાં ચલાલા ના રહિશ વિજયભાઈ પ્રવીણભાઈ નામ ના વ્યક્તિ નુ પાકીટ બસમાં મુસાફરી દરમિયાન બસમાં પડી ગયેલ જે પાકીટ ઉના અમરેલી બસમાં ફરજ પરના કંડકટર વિથ ડ્રાઈવર ધીરુભાઈ ગોહિલ ને મળ્યુ હતુ. ત્યારે વિજયભાઈ દ્વારા ચલાલા કંટ્રોલ રૂમ ને જાણ કરાઈ કંટ્રોલ રૂમ માં ફરજ પરના અધિકારીઓ ની જેહમત થી ધીરુભાઈ ગોહિલ ને જાણ કરાઈ અને વિજયભાઈ ને ત્યા ફરજ પરના અધિકારીઓ ની સાક્ષીએ પાકીટ પરત કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.