Abtak Media Google News

સામાન્ય રીતે સેન્ડવિચ ઓલ ટાઇમ ફેવરેટ નાસ્તો છે, પરંતુ તમે ગ્રાર્લિક સેન્ડવિચ, વેજીટેબલ સેન્ડવિચ અને નોર્મલ સ્ટફર્ડ સેન્ડવિચ ખાધી હશે, પરંતુ આજે આપણે પનીર ભુર્જી સેન્ડવિચ વિશે જાણીશું, તો ચાલો તમે પણ જટ પટ નોંધી લો રેસિપી.

સામગ્રી :

– બ્રેડ : ૪ સ્લાઇસ, ઘી/માખણ-૨ ચમચી

– તેલ ૧ ચમચો, જીરું- અડધી ચમચી

-લસણ/આદુંનું છીણ- ૧ ચમચી

-મીઠું- સ્વાદ અનુસાર

-હળદર – પા ચમચી

-ગરમ મસાલો – જરુર મુજબ

-આમચૂર – અડધી ચમચી

-ડુંગળી – ૧ નંગ, ટામેટા- ૧ નંગ

-પનીરનો ભુકો – અડધો કપ

રીત : માખણ અથવા ઘીને ગરમ કરીને બ્રેડની એક તરફ લગાવી શેકો. જો તમારી પાસે ટોસ્ટર હોય તો તેનો ઉપયોગ કરી શકો છો હવે એક ચમચી ઘી ગરમ કરી તેમાં આદુ/લસણ અને જીરું નાખો અને તેનો રંગ બદામી થાય ત્યાં સુધી મિક્સ કરો. તે પછી આ મિશ્રણને ગેસ પરથી ઉતારી લઇ તેને બ્રેડ પર પાથરો તેના પર ડુંગળીની રીંગ, ટામેટાની રીંગ, કોથમીરના પાન અથવા કોબીજનું પાન ગોઠવો આને ટોસ્ટરમાં ટોસ્ટ કે ગ્રિલ કરો, પનીર ભુર્જી સેન્ડવિચ તૈયાર છે. આ સેન્ડવિચ તમને સામાન્ય સેન્ડવિચ કરતા અલગ અને ખાસ ટેસ્ટી સ્વાદ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.