Abtak Media Google News

૨૫૦થી ૩૦૦ મીમી વરસાદ નોંધાયો હોય ત્યાં રૂ. ૬૩૦૦ પર હેકટેરે સહાય જયારે ૩૦૦થી ૩૫૦ મીમી વરસાદ નોંધાયો હોય ત્યાં રૂ. ૫૮૦૦ પર હેકટેરે સહાયનો નિર્ણય

ગુજરાતમાં પડેલા ઓછા વરસાદને પગલે ખેડૂતોની હાલત દયનીય છે. ત્યારે ગુજરાત સરકારે અગાઉ ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. અને સહાયની પણ જાહેરાત કરી હતી ત્યારબાદ હવે વધુ ૪૫ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરી વરસાદની અનાવારી પ્રમાણે ૧૩૦૦ કરોડનું રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે.

Advertisement

ગુજરાત સરકારે ૨૨ ઓકટોબરે ૫૧ તાલુકાઓમાં ૩,૨૯૧ ગામડાઓ ૨૫૦ મીમીથી પણ ઓછો વરસાદ નોંધાયો હોય ત્યાં રૂ.૫૧૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જયારે હવે ગુજરાત સરકારે વધુ ૪૫ તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કરી કુલ ૯૬ તાલુકાઓમાં રાહત પેકેજની જાહેરાત કરી છે.

આ ૪૫ તાલુકાઓમાં ૧૪ તાલુકાઓ તો એવા છે જેમાં ૨૫૦થી ૩૦૦મીમી વરસાદ નોંધાયો છે જેમને પર હેકટર રૂ. ૩૬૦૦ આપવામાં અવશે જયારે ૧૨ તાલુકાઓ એવા પસંદ કરાયા છે. જયાં ૩૦૦ થી ૩૫૦ મીમી વરસાદ નોંધાયો છે. અને ૫૨ હેકટર રૂ.૫૮૦૦ આપવામાં આવશે.

જો કે અન્ય ૧૯ તાલુકાઓ જયાં ૩૫૦-૪૦૦ મીમી વરસાદ પડયો ત્યાં રૂ. ૪૩૦૦ પર હેકટર આપવામાં આવશે.

આમ ગુજરાત સરકારે વરસાદની અનાવારી પ્રમાણે રાહત પેકેજ આપવાનું નકકી કર્યું છે.

મહત્વનું છે કે ગુજરાત સરકારના આ મહત્વના નિર્ણયને પગલે ખેડુતો કપરા દિવસોમાં સહાય મેળવી શકશે અને ખેડુતોને કોઈ પણ પ્રકારના તનાવ નહી આવે ગુજરાત સરકાર દ્વારા અગાઉ ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા હતા.અને સરકાર દ્વારા એવા વિસ્તારોની તેમજ ખેડુતોની પસંદગી કરવામાં આવી જયાં ખેડુતોને ખરેખર સહાયની જ‚ર છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે પ્રથમવાર ૨૫૦ મીમીથી ઓછા વરસાદ ધરાવતા ૪૫ તાલુકાઓને આર્થિક સહાયની જાહેરાત કરી છે. ખેડુતોને વધુમાં વધુ બે હેકટર પર સહાય મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.