Abtak Media Google News

મે.ભાવનગર જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તેમજ પાલીતાણા ડિવીઝનનાં ના.પો.અધિ.શ્રી.જાડેજા સાહેબની સુચનાં અને માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી ગુન્હા શોધી કાઢવાં ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.સ.ઈ.આર.એચ.બાર.સા.ને કરેલ સુચનાં મુજબ ગારીયાધાર સર્વેલંન્સ સ્કોડનાં હેડ.કો.પી.કે.ગામેતી તથા હેડ.કો.બી.એચ.વેગડ તથા પો.કોન્સ દિલીપભાઇ ખાચર તથા પો.કોન્સ શકિતસિંહ સરવૈયા તથા પો.કોન્સ મયુરસિંહ કે ગોહિલ તથા પો.કોન્સ જે.એમ ડાંગર તેમજ વિ.પો.સ્ટાફનાં માણસો સાથે ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.

Advertisement

તે દરમ્યાન પો.કો.શકિતસિંહ જે સરવૈયા તથા પો.કો.દિલીપભાઇ ખાચર નાં ઓ ને મળેલ સંયુકત બાતમી આધારે હકિકત મળેલ કે ગેસનાં બાટલાની ચોરી કરનાર ઇસમ ઈરફાન ઉર્ફે હોલી અને તેની સાથે બીજો એક ઇસમ ગારીયાધાર અર્જુન ટોકીઝની સામે ધાંચીવાડ જવાનાં રસ્તે ચોરી કરેલાં ગેસનાં બાટલા લઇને ઉભા છે તેવી બાતમી રાહે હકિકત મળતા તુરંતજ સદરહુ હકિકત વાળી જગ્યાએ જઇ બંને ઇસમોને પકડી પાડી તેનાં કબ્જામાં રહેલ ગેસનાં બાટલા નંગ બે વિષે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી બંને ઇસમોને યુક્તિ પ્રયુકતીથી વિશ્વાસમાં લઇ પુછપરછ કરતાં મજકુર બંને ઇસમોએ આ ગેસનાં બાટલા મહાવીરનગર માંથી ચોરી કરીને મેળવેલ હોવાની કબુલાત કરેલ તેમજ બંને આરોપીઓને ગેસનાં બાટલા વિષે વધું પુછપરછ કરતાં અન્ય જગ્યાએથી પણ ગેસનાં બાટલાઓની ચોરી કરેલાની કબુલાત કરેલ તેમજ ૧૯ ગેસનાં બાટલાની ચોરી કરેલ હોવાનું જણાવેલ.

આરોપીઓનાં નામ…

(૧) ઈરફાન ઉર્ફે હોલી ઇનુસભાઇ બેલીમ જા.સિપાઇ.ઉ.વ.૨૮.રહે અર્જુન ટોકીઝની સામે ધાંચીવાડ ગારીયાધાર

(૨) ઇમ્તિયાઝ ઉર્ફે ઇમરાન દિલાવરભાઇ બેલીમ.જા.સિપાઇ ઉ.વ.૩૫.રહે પાલીતાણા રોડ કૃષ્ણનગર પાસે ગારીયાધાર

ઉપરોક્ત બંને આરોપીએ ૧૯.ગેસનાં બાટલાની ચોરી કરી નીચે બતાવેલ આરોપીઓને વેચાણ કરેલ જે ચોરીમાં ગયેલ નીચે મુજબનાં આરોપીઓ પાસેથી ગેસનાં બાટલા મળી આવેલ

(૩) અફઝલ ઉર્ફે ભાભા હારૂનભાઇ કાસમાણી જા.મેમણ ઉ.વ.૩૮.રહે બસ સ્ટેન્ડ પાછળ બોરડાવાળી શેરી ગારીયાધાર વાળા નાં કબ્જામાંથી મળી આવેલ ઇન્ડેન ગેસનાં ખાલી બાટલા નંગ ૦૨

(૪) અજય હિરજીભાઇ ગોહેલ જા.કોળી.રહે સુખપર તા-ગારીયાધાર વાળા નાં રહેણાંકી મકાનેથી ખાલી બાટલા નંગ ૧૨

(૫) પ્રકાશ હીરાભાઇ સોલંકી જા.કો.રહે રતનવાવ તા-ગારીયાધાર વાળા એ ગેસનાં ૦૩ બાટલા રાખી વેચાણ કરેલ

(૬) અયુબભાઇ મુસાભાઇ મહેતર રહે ગારીયાધાર વાળા એ ચોરીનાં ગેસનાં બાટલા રાખી વેચાણ કરેલ

તેમજ એક ગેસનો બાટલો ભરેલ તેની કિંમત.રૂ.3000 તથા ખાલી બાટલાની કિ.રૂ. 2500 ગણી કુલ 19, ગેસનાં બાટલાની કિ.રૂ.48000 નાં મુદ્દામાલ સાથે 6 આરોપીઓને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ.આર.એચ.બાર.સા.તથા ઇન્ચાર્જ પો.સ.ઇ.વી.એ.જાડેજા સા તથા હે.કો.પી.કે.ગામેતી, હે.કો.બી એચ.વેગડ,પો કો.દિલીપભાઇ ખાચર, પો.કો.શકિતસિંહ જે સરવૈયા, પો.કો.મયુરસિંહ ગોહિલ, પો.કો.જે.એમ.ડાંગર તથા પો.કો.કે.કે.જોગદીયા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો જોડાયાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.