Abtak Media Google News

ડિજિટલ ઈન્ડિયા ચળવળ હેઠળ ગુજરાતને ડિજિટલાઈઝ કરવાનું વધુ એક પગલું

ગુજરાતને ડીજિટલાઈઝ કરવાની નેમ ગુજરાત સરકાર ધરાવે છે.શાળાઓમાં શિક્ષણમાં ડીજિટલાઈઝ કરવા માટે પ્રોજેકટ ખૂલ્લો મૂકયા બાદ હવે સરકાર અન્ય ક્ષેત્રોમાં પણ ડિજિટલાઈઝ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે સરકાર ગુગલ સાથે ખાસ ટાઈઅપ કર્યુ છે. ‘ડીજિટલ ઈન્ડિયા’ ચળવળ હેઠળ ‘ડીજિટલ ગુજરાત’નું સ્વપ્ન સાકાર કરશે.

Advertisement

આ અંગે અધિકૃતતા માટે ખાસ એમઓયુ મુખ્યમંત્રી ‚પાણી અને ગુગલ ઈન્ડિયા પબ્લીક પોલીસીના ડાયરેકટર ચેતન ક્રિશ્ર્નાસ્વામીની ઉપસ્થિતિમાં સાઈન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રનાં વડાઓ જેવાકે ટુરીઝમ, સાયંસ અને ટેકનોલોજી, મજૂર અને રોજગાર, ઉચ્ચ શિક્ષણ અને ગ્રામ્ય વિકાસ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કરાર મુજબ ગુગલ દ્વારા નાના અને મધ્યમ કદના સેન્ટરપ્રિનર્સને ડીજિટલ માધ્યમથી ધંધાનો વિકાસ કરવા તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ ડીજિટલ અનલોકડ પ્રોગ્રામ હેઠળ આવરી લેવાશે જેના દ્વારા ૨૦,૦૦૦ ડોલરના ‘કલાઉડ’ની સુવિધા દ્વારા શ‚આત કરવામાં આવશે.

ગુગલ દ્વારા મોર્ડન મોબાઈલ અને વેબ ટેકનોલોજી માટે તાલીમ પૂરી પાડવામાં આવશે. જેમાં ડિપ્લોમાં અને સાયન્સના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ગુગલ એન્ડ્રોઈડ વાપરવા માટ ગુગલ એન્ડ્રોઈડના બંધારણ અને તેના વિકાસ માટે તાલીમ આપવામાં આવશે.

મોદી સરકાર અને ‚પાણી સરકાર મળી લોકોને દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરવા માટે પ્રેરવામાં આવી રહ્યા છે. અને આ કરાર વખતે વિવિધ ક્ષેત્રનાં વડાઓની ઉપસ્થિતિ એ બાબતનો સંકેત આપે છે. કે પ્રવાસન ક્ષેત્ર પણ અત્યાધુનિક ટેકનોલોજી વાળુ બનાવવામાં આવશે જેથી પ્રવાસન માટે વિદેશી પ્રવાસીઓને આકર્ષિ શકાય આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણના વડાઓની ઉપસ્થિતિ દ્વારા શિક્ષણ ક્ષેત્રે આવનારા સમયમાં વધુને વધુ આધુનિક બનાવવામાં આવશે. તેમજ પ્રાથમિક શિક્ષણની જેમ અનુસ્નાતક કક્ષાએ પણ ધરખમ ફેરફારો કરવામાં આવશે. આગામી ૧૦ વર્ષમાં તમામ ક્ષેત્રોનાં માળખાઓ જડમુળથી બદલાવ આવશે. તેમ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.