Abtak Media Google News

લધુ ઉધોગ ભારતી આયોજીત ઔધોગિક મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ‚પાણી: સૌરાષ્ટ્રના વિવિધ ઉધોગ પર આધારીત ૩૭૦ સ્ટોલમાં પ્રદર્શન

દેશ અને દુનિયામાં ગુજરાતીઓ હંમેશા વેપાર-રોજગારમાં અગ્રેસર છે અને વેપાર તો આપણા ગુજરાતીઓનાં લોહીમાં વણાયેલ છે અને આપણા લઘુ ઉધોગોને હજી પણ વધારે બળવતર અને સક્ષમ બનાવવા માટે રાજય સરકારે લઘુ ઉધોગનાં વિકાસ અંતર્ગત રૂા. ૧ હજારની ફાળવણી કરી છે અને ધંધા રોજગારનાં ફલકને વિસ્તારવા માટે આધુનિક જીઆઇડીસીનું નિમાર્ણ પણ કરવામાં આવી રહયુ છે જેમાં તમામ માળખાકિય સુવિધાઓ ઉધોગકારોને પુરી પાડવામાં આવશે તેમ રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ રાજકોટ ખાતે ઔધોગીક મેળાને ખુલ્લો મુકતા જણાવ્યુ હતું.

વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદીના સ્ટાર્ટ અપ અને મેઇક ઇન ઇન્ડીયા, ડીઝીટલ ઇન્ડિયા, તા સ્કીલ ઇન્ડિયા જેવા  ખુબજ હેતુપુર્ણ કાર્યક્રમોને અપનાવી રાજયના ઉધોગકારો ગુણવત્તાસભર ઉત્પાદનને ઘરઆંગણે  તૈયાર કરી નિકાસલક્ષી દ્રષ્ટ્રીકોણ અપનાવે જે વિદેશ હૂંડીયામણમાં વધારા કરવા  સો રોજગારીનું નિમાર્ણ અને દેશ સ્વાવલંબન કેળવવામાં ઉપયોગી સાબીત શે. તેમ રાજકોટ ખાતે લધુ ઉધોગ ભારતી દ્વારા એન.એસ.આઇ.સી. કંપાઉન્ડ, આજી ઔધોગિક વસાહત ખાતે તા. ૨૬મી એપ્રિલી ૨૯ એપ્રીલ સુધી ચાર દિવસ ચાલનારા સૌરાષ્ટ્રના વિવિધ ઔધોગિક ઉત્પાદન કરતા એકમોનું વિશાળ પ્રદર્શન આયોજીત કરાયું છે જેનો રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મંગલદીપ પ્રટાવીને પ્રારંભ કરાવતા જણાવ્યું હતું

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્રએ લધુ અને મધ્યમ કદના ઉધોગમાં આગવું સન પ્રાપ્ત કરેલ છે. રાજકોટના કિચનવેર, ફાઉન્ડ્રી, મશીન ટુલ્સ અને ફર્નિચર સહિતના ઉધોગો, મોરબીનો ટાઇલ્સ અને ધડિયાળ તેમજ ઇલેકટ્રોનીક ઉત્પાદન, અલંગનો શિપ બ્રેકિંગ ઉધોગ તા જામનગરના બ્રાસપાર્ટના ઉધોગોએ આમ દરેક જિલ્લાઓની ઔધોગીકક્ષેત્રે આગવી ઓળખ છે. ગુજરાતે લઘુ ઉધોગક્ષેત્રે હરણફાળ ભરી અન્ય દેશોની હરિફાઇમાં અગ્રિમ સન પ્રાપ્ત કરી ગુજરાત અને ભારત દેશનું નામ વિશ્વભરમાં ગુંજતુ કર્યુ છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આગામી દિવસોમાં  રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના સાગરકાંઠે વિવિધ ઔધોગિક વસાહતો કાર્યરત કરી ઉધોગકારો ઔધોગિક ઉત્પાદનનું સ્ળ પરી જ નિકાસ કરી શકે તેવું વિશિષ્ટ આયોજન હા ધરી રહી  છે.જેના ધ્વારા ગુણવતાસભર  માસ પ્રોડકશન ધ્વારા દુનિયાભરનાં માર્કેટને સર કરવાની નેમ રાજય સરકાર ધરાવે છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે,ઉચ્ચ શિક્ષણની વિવિધ ફકેલ્ટી ક્ષૈત્રે રાજકોટ એ સોરાષ્ટ્રનું હબ બની ચુકી છે. ત્યારે આ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત નવયુવાનો જોબ સિકર બનવા ને બદલે જોબ ગીવર બને તે દિશામાં આગળ વધે તે રાજય સરકારની નેમ છે. સૌરાષ્ટ્રના ઉધોગકારો તેમની મહેનત અને હિંમત ી વ્યાપાર ક્ષૈત્રે આગવું સન ધરાવે છે.

ગુજરાતમાં  ઓધૌગિક વિકાસની વિપુલ તકો રહેલી છે. રાજય સરકાર ગુજરાતના ઔધોગિક વિકાસ માટે હરહંમેશ કટીબધ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ઉધોગકારોને જરૂરી તમામ માળખાકિય અને અન્ય સવલતો પુરી પાડવા રાજય સરકાર દ્વારા વિશેષ આયોજન કરાયું છે જેનાં ધ્વારા લઘુઉધોગકારોને સીંગલ વિન્ડો સીસ્ટમ કિ બધીજ વહિવટી પ્રકિયાઓ એકજ સ્ળેી પરીપુર્ણ કરવા રાજય સરકારે આયોજન કર્યુ છે. હતી. આ તકે સમાજનાં નબળાવર્ગનાં લોકોને ધંધારોજગારમાં સહાયરૂપ વા માટે  બાબા સાહેબ આંબડકર પેકેજનો પણ લાભ આપવામાં આવશે.

લધુ ઉધોગભારતી દ્વારા આયોજીત રાજકોટ ખાતે ચાલનારા આ ચાર દિવસીય ઔધોગીક મેળામાં વિવિધ ઉધોગકારો દ્વારા ૩૭૦ સ્ટોાલમાં પ્રદર્શન સો ઉધોગજગત સો સંકળાયેલ વિવિધ સંસઓ દ્વારા ઔધોગિક વિકાસ માટે જરૂરી વિવિધ વિષયો પર સેમિનારોનું પણ આયોજન કરાયેલ છે. જેમાં ઔધોગીક વિકાસ અને પર્યાવરણ, પશ્ચિમ રેલ્વે વેન્ડર ડેવલપમેન્ટ માર્ગદર્શન, વિશ્વ હિન્દુ કોમ્યુનિટી સો વ્યાપાર, ફેમીલી બિઝનેશ અને આંતરપ્રિનિયોરશિપ વિકાસ, એમ.એસ.એમ.ઇ. ઉધોગકારો માટે ફાઇનાન્સ મેળવવા તા ક્રેડીટ ગેરેન્ટી સ્કિમ, તા ટેકસટાઇલ ઉધોગ જેવા વિવિધ વિષયોનો સમાવેશ ાય છે.

આ પ્રસંગે લઘુ ઉધોગ ભારતી ગુજરાતનાં પ્રમુખ હિતેન્દ્રભાઇ જોશીએ મેળાની વિસ્તૃત માહિતી આપી હતી. ભારતીય ડેવલપમેન્ટ મોડેલના ઇકોનોમિસ્ટ શ્રી બજરંગલાલ ગુપ્તાએ તેમનાં પ્રાસંગીક ઉદબોધનમાં લઘુ ઉધોગનાં વિકાસ માટે સરકાર અને ઉધોગકારોને શું  શુ કરવુ જોઇએ તે માટે પોતાના વિચારો વ્યકત કર્યા હતાં.

ઉધોગ અને ખાણ વિભાગનાં રાજય મંત્રી રોહિતભાઇ પટેલે તેમનાં ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, રાજય સરકાર ધ્વારા લઘુ ઉધોગોનાં વધારે વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અને નીતીઓ અમલમાં સરકાર મુકેલ છે અને આ ઉધોગોને વધારે ઉતેજન મળે તે માટે સરકાર ખુબજ સક્રિય છે.રાજય સરકાર સાહસીક ઉધોગકારોને પુર્ણ સહયોગ આપવા માટે કટીબધ્ધ છે.

સમારોહમાં લઘુ ઉધોગ ભારતનાં પ્રમુખશ્રી ઓમપ્રકાશ મીતલએ લઘુ ઉધોગ ભારત ધ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી આપી હતી. સાંસદ મોહનભાઇ કુડારીયાએ પ્રાસંગીક ઉદબોધનમાં ઉધોગોનાં વધુમાં વધુ વિકાસ માટે ગ્રામ્યક્ષેત્રનો અને ખેડુતોનો મોટો ફાળો છે તેમ જણાવ્યુ હતુ મોરબી સીરેમીક ઉધોગનાં વિકાસ માટે સરકારે કરેલ સરાહનીય પ્રયાસોની માહીતી પુરી પાડી હતી

આ કાર્યક્રમમાં  ઉધોગ અને ખાણ વિભાગના રાજયમંત્રીશ્રી રોહીતભાઇ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી પ્રવિણભાઇ માંકડીયા, ભાનુબેન બાબરીયા અને ગોવિંદભાઇ પટેલ,પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રૃવ,મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય,નાયબ મેયર ડો. દર્શીતાબેન શાહ, મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડનાં અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, પુર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કીરીયા, કલેકટરડો. વિક્રાંત પાંડે,અગ્રણીઓ, સૌરાષ્ટ્રભરના ઔધોગિક એકમોના ઉધોગકારો, યુવા ઉધોગકારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્તિ રહયા હતા. સ્વાગત પ્રવચન  સંસનાં ચેરમેનશ્રી હંસરાજભાઇ ગજેરાએ તા આભારવિધિ રાજકોટ લઘુ ઉધોગ ભારતીનાં શ્રી ગણેશભાઇ ઠુંમરે કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.