Abtak Media Google News

પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી લેવાશે: જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે

ગુજકેટના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આગામી 3 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, જિલ્લા કક્ષાના કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. વર્ષ 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ નક્કી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 03 એપ્રિલના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 03 એપ્રિલ 2023ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

 પરીક્ષામાં 40 પ્રશ્નો અને 40 ગુણ રહેશે

ગુજકેટની પરીક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા એક માળખું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ માટે બહુ વિકલ્પ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્ર રહેશે. જેમાં ભૌતિક વિજ્ઞાન,રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માટે કુલ 40 પ્રશ્નો અને 40 ગુણ રહેશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પેપર માટે 120 મિનિટ જ્યારે જીવવિજ્ઞાન અને ગણિત માટે 60-60 મિનિટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

કુલ 80 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય અપાશે

ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રીતે લેવામાં આવશે એટલે કે તેમાં 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય વિદ્યાર્થીઓને આપવામાં આવશે. મહત્વનું છે કે ગુજકેટ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. ગુજકેટ માટેની પરીક્ષાનો સત્તાવાર પત્ર 23 જાન્યુઆરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.