ગુંદાળાની સગર્ભાએ ગૃહકલેશના કારણે કરી આત્મહત્યા

ઝેરી દવા પી જીવન ટૂંકાવતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

ગોંડલના ગુંદાળા ખાતે સાસરિયું ધરાવતી સગર્ભાએ ગઈકાલે પોતાની ઘરે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ત્યા તેનુ ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતકે ગૃહ કંકાસ ના કારણે આપઘાત કર્યો છે જેથી તેને મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા આવ્યો છે.

વિગતો મુજબ ગુંદાળા ખાતે સાસરિયું ધરાવતી મેઘનાબેન વિશાલભાઈ ઠુંગા નામની 26 વર્ષીય સગર્ભાએ ગઈ કાલે સવારે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મેધનાબેન ના લગ્ન છ વર્ષ પૂર્વે વિશાલભાઈ સાથે જ થયા હતા કે જે પશુપાલકનો કામકાજ કરે છે અને આ લગ્નગાળા દરમિયાન તેને બે સંતાનોની પ્રાપ્તિ થઈ હતી ભૂતકને ચાર વર્ષનો ગર્ભ પણ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

મેઘનાબેન ને ગૃહક્લેશ ના કારણે આ પગલું ભર્યું હોવાનું હાલ તો પ્રાથમિક પૂછતાછમાં પોલીસને જાણવા મળ્યું હતું અને તેના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ ખેસેવામાં આવ્યો છે.