Abtak Media Google News

ધોરાજી માં હિન્દુ મૂસલીમ સમાજદ્વારા સવારે અગ્યાર વાગ્યે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું જેમાં કઠુઆકાડ, ઉનાવવાકાડ, નિર્ભયા કાંડ, સુરત ની ઘટના આવી અનેક ઘટના ઓ નો કાયમી વિરોધ અને કાયમી વાંધા અરજી કરવામાં આવેલ તેમજ આવી ઘટના ઓ નો સમર્થન કરનારા અને નાતજાતના ભેદભાવ રાખવાનારા નો વિરોધ કરવામાં આવેલ છે. બળાત્કારી ઓ ને સખ્ત માં સખ્ત સજા થાય તે માટે માગણી કરવામાં આવી છે. આવી કોઈ ઘટના બનશે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આદોલન કરવામાં આવશે જરૂર પડયે ભગતસિંહજી, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, અસફાક ઉલલાખાન જેવા મહાનુભાવો ના માર્ગે જતા અચકાશુ નહીં આ ભારત રાષ્ટ્ર અને ભારત માતા ની જમીન ને કોઈ પણ દાગ લગાડશે તેશે જળ મુળમાથી ઉખેડી ફેંકી નાખશુ.

બધું સહન થશે પણ આવી ઘટનાઓ જરાપણ સહન નહીં થાય. નાતજાતના ઠેકેદારો ને અમે આહવાન કરીએ છીએ કે તમારી જે કોઈ વયકતી ગત લડાઈ હોયતો વયકતી ગત લડી લેશો. પણ આવી ઘટનાઓ ના સમર્થન માં આવી તમારી માં નુ દુધ લજાવશો નહીં. ભારત સરકાર થી અને જે રાજય માં આવી ઘટનાઓ બનેલ છે તે રાજય માં આવી ઘટનાઓ માં દોષીતો ને કડક માં કડક સજા કરવામાં આવે તેવી નમ્ર અરજ કરીએ છીએ તેમ આવેદનપત્ર મા જણાવ્યું છે. આ તકે ધોરાજી ના હિન્દુ મૂસલીમ સમાજ તેમજ દલિત સમાજ ના અગ્રણી ઓ તેમજ હજારો ની સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.