Abtak Media Google News

ગુજરાત માટી કામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા રાજયમાં બે રોજગાર યુવક-યુવતીઓને કુટીર ઉધોગ ક્ષેત્રમાં સ્વ.રોજગારીમાં જોડાવવા માટે ૧૯ પ્રકારના ૩૦ થી ૬૦ દિવસના સમયગાળા માટે તાલીમ આપવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન ૧૫૦૦૦ જેટલા લાભાર્થીઓને સ્વ.રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે.વિસ્તારના લાભાર્થીઓને કુલ ૧૫૦ જેટલા લાભાર્થીઓએ કુલ એક વ્યકિત દીઠ રૂ.૮૦૦૦ની કિંમતની મર્યાદાની આ ટુલ કીટનું અને વિતરણ કરવાનો કાર્યક્રમ તા.૨૨ એપ્રિલને રવિવારના રોજ સવારે ૧૧:૩૦ થી કેશોદમાં જુનાગઢ હાઈવે પર ભારત કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમના ઉદઘાટન સંસ્થાના ચેમરેન દલસુખભાઈ પ્રજાપતિ, ડાયરેકટર સુરેશભાઈ પ્રજાપતિ તેમજ મોહનભાઈ વાડોદરીયા સંસ્થાના નિયામક આર.કે.પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. વંથલી તેમજ સંસ્થાના લાભાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમમાં કુલ ૧૫૦ લાભાર્થીઓને ‚રૂ.૧૨ લાખની કિંમતની ટુલ કીટોનું વિતરણ કરવામાં વિનામૂલ્યે કરવામાં આવેલ હતું અને લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા જ‚રી માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ હતું.

9898(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.