Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાં આજે બજરંગબલીના જન્મોત્સવની ભાવભેર ઉજવણી, ઠેર ઠેર બટુક ભોજન, મહાઆરતી, શોભાયાત્રા સાહિતના ધાર્મિક કાર્યક્રમો

કળિયુગના હાજરાહજૂર દેવ એવા હનુમાનજી મહારાજનો આજે જન્મોત્સવ છે. સૌરાષ્ટ્રભરમાં આજે તેમના જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર બટુક ભોજન, મહાઆરતી, શોભાયાત્રા સાહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

રામભક્ત હનુમાનને આપણે જુદા-જુદા નામે પૂજીએ છીએ. કોઈ તેમને પવનપુત્ર તો કોઈ મહાવીર, કોઈ અંજનીપુત્રના નામથી પૂજે છે. તો કોઈ કપીશ નામથી તેમની આરાધના કરે છે. ભગવાન શિવે ઘણાં અવતાર ધારણ કર્યા જેમાનો એક અવતાર છે

મહાવીર હનુમાન. ગામે ગામ,લત્તે લત્તે જેમની સ્થાપના હોય છે, કળિયુગમાં જે હાજરાહજૂર હોવાની અનુભૂતિ ભક્તોને થાય છે તે મંગલમૂર્તિ, પવનસૂત રામભક્ત હનુમાનજીનો આજે જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. હનુમાનજીના હજારો મંદિરોએ અનેકવિધ ધર્મોત્સવોના આયોજનો થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.