Abtak Media Google News
  • પોરબંદર, રાણાવાવ, કુંતિયાણા, પાજોદ, બાંટવા, માણાવદર, મેંદરડા, ધોરાજી, ઉપલેટા અને જેતપુરની મુલાકાત લેશે

ભાજપ દ્વારા ગુજરાતની લોકસભાની પોરબંદર બેઠક માટે ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરાયા બાદ આજે પ્રથમવાર આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા પોરબંદર લોકસભા બેઠકના પ્રવાસે આવ્યા છે. મોડી રાત સુધી અલગ અલગ સ્થળે ભરચકક કાર્યક્રમો છે. ભાજપના કાર્યકરો  દ્વારા લોકલાડીયા નેતાને ફુલડે વધાવવામાં આવશે.

Advertisement

રાજયસભાના સાંસદ તરીકે આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાને ફરી ટિકીટ આપવામાં આવી નથી તેઓને લોકસભાની ચુંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 11 પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે તેઓની પસંદગી સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા કરવામાં આવી છે. ઉમેદવાર થયા બાદ આજે પ્રથમવાર તેઓ પોરબંદર લોકસભા બેઠકની મુલાકાતે આવ્યા હતા. સવારે 11 કલાકે તેઓનું પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થયું હતું. કિર્તી મંદિર ખાતે પુ. બાપુને પુષ્પાંજલી અર્પણ કરી તેઓએ પોતાના એક દિવસીય પ્રવાસનો વિધિવત આરંભ કયો હતો.

સુદામા મંદિર ખાતે પણ દર્શન કર્યા હતા. તાજાવાલા હોલ ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. બપોરે 1.30 કલાકે તેઓ રાણાવાવ ખાતે પહોંચે જવા તેઓનું સ્વાગત કરવામાં આવશે કુતિયાણા ખાતે બાલા હનુમાન મંદિરે દર્શન કરશે ત્યારબાદ પાજોદ અને બાંટવા ગામની મુલાકાત લઇ બપોરે 3.30 કલાકે માણાવદર સ્વામીનારાયણ મંદિરના દર્શન માટે જશે માણેકવાડામાં માલબાપા મંદિરે શીશ ઝુકાવશે. ખોખરડામાં સવાજ ડેરી ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. મેંદરડામાં સરદાર ચોક ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું સ્વાગત કરાશે.

સાંજે 6 કલાકે તેઓ ગાંઠીલામાં ઉમાધામ મંદિરના દર્શનાર્થે જશે. રાત્રે 7.30 કલાકે ધોરાજીમાં આવશે જયા: કુંભારવાડામાં ભૂલકા ગરબી ચોક ખાતે સવાગત કરવામાં આવશે. રાત્રે 8.30 કલાકે ઉપલેટામાં ડો. માડવીયાની સવારી આવી પહોંચશે જયાં બાપુના બાવલા ચોક ખાતે તેઓનું સ્વાગત કરાશે. પ્રવાસના અંતિમ કાર્યક્રમમાં તેઓ રાત્રે 9.15 કલાકે જેતપુરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.