Abtak Media Google News

દેવું કરીને પણ ઘી પીવાય…

હાઈ કે લો બ્લડ પ્રેસરથી પીડાતા હોય તો પણ ઘી આરોગ્ય માટે ફાયદાકારક: યોગ્ય પ્રમાણમાં ખવાય તો કોલેસ્ટ્રોલ વધતું નથી

દેવું કરીને પણ  ઘી પીવું જોઈએ તેવી ઉક્તિ ખ્યાતનામ છે. ત્યારે ઘી શા માટે અને કેટલું પીવું જોઈએ તેવા પ્રશ્ર્નો ઉઠે તે પણ જરૂરી છે. ઘીને વિદેશમાં ભારતનું સુપરફૂડ ગણવામાં આવે છે. ઘીમાં અનેક પ્રકારના પોષક તત્ત્વો હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોવાનો મત છે. જો કે, ઘીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોવાની માન્યતાના કારણે ઘણા લોકો ઘી ખાવાનું ટાળે છે. જો કે, યોગ્ય પ્રમાણમાં ઘી ખાવાથી વજન વધતું નથી તેવું તાજેતરના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે.

સેલીબ્રીટી ન્યુટ્રીશ્યનીસ્ટ રુઝુતા દિવાકરના મત મુજબ હાઈ બ્લડ પ્રેસર અને લો-બ્લડ પ્રેસર એમ બન્ને બ્લડ પ્રેસરની તકલીફ ધરાવતા લોકો માટે ઘી લાભદાયી છે. ઘીના કારણે શરીરમાં મેટાબોલીઝમ વધે છે. પરિણામે કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. જો કે, દરરોજ કેટલા પ્રમાણમાં ઘી ખાવું જોઈએ તે મોટો પ્રશ્ર્ન છે. ખોરાકના વાસ્તવિક સ્વાદ માટે ઘણી વખત તેમાં ઘી વધુ નાખવામાં આવે છે. દાલબાટી હોય કે, પુરનપોરી, આ પ્રકારના ખોરાકમાં ઘીનું પ્રમાણ વધુ રાખવામાં આવે છે. બીજી તરફ બાજરાના રોટલામાં પણ ઘી વધુ પ્રમાણમાં ખવાય છે. જો કે, ખીચડી સાથે ઘીનું પ્રમાણ યોગ્ય રહે તે જરૂરી છે.

7537D2F3 10

સવારના નાસ્તા તેમજ બપોર અને સાંજના ભોજન સાથે સરેરાશ એક ચમચી ઘી લેવું જરૂરી છે. આટલા પ્રમાણમાં ઘી ખાવાથી મહિલાઓને ભુરપુર પ્રમાણમાં પોષક તત્ત્વો મળે છે. આ ઉપરાંત પુરૂષોને મોટી ઉંમરે તકલીફ આપતા હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેસર, અપચા અને સાંધાના દુ:ખાવા સહિતની તકલીફોમાં રાહત મળે છે. બપોરના ભોજનની સાથે ઘીનું પ્રમાણ થોડુક વધુ રાખવું જોઈએ. જેનાથી સ્ફ્રૂતી રહેતી હોવાનું સંશોધકોનું માનવું છે. આ ઉપરાંત રાત્રીના ભોજનમાં દરરોજ એક ચમચી ઘી ખાવાથી અપચાની તકલીફમાં રાહત થતું હોવાનું સામે આવ્યું છે.

ગાયના ઘીને ભારતીય શામાં ફાયદાકારક માનવામાં આવ્યું છે. આ વાત સો વિજ્ઞાન પણ સહમત છે. ગાયના ઘીને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ઘી ખાવામાં આવે તો સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.