Abtak Media Google News

આકાશવાણીના ૬૫ વર્ષના પ્રવેશ નિમિતે ગીત સંધ્યા યોજાઈ

જયારે પ્રસારણ માટેના પૂરતા માધ્યમો ન હતા ત્યારે રાજકોટ અને આજુબાજુના કલાકારોને મદદરૂપ થાય તેવું આકાશવાણી કેન્દ્રને ૬૪ વર્ષ પૂર્ણ થઈ ૬૫માં વર્ષમાં પ્રવેશ થયો છે. ૬૫ વર્ષથી સંગીતના કલાકારોનો પાયો ગણાતું અને લોકસંગીતને જીવંત રાખવા માટેનો મોટો ફાળો આપતું આકાશવાણીને ૬૫ વર્ષમાં પ્રવેશ નિમિતે હેમંત ચૌહાણ તથા બિહારીદાન ગઢવી દ્વારા સંગીત સંધ્યામાં લોકસંગીતને રજૂ કર્યું હતુ આ તકે આકાવાણીનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Vlcsnap 2020 01 05 06H58M31S100

હેમંત ચૌહાણ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આકાશવાણી રાજકોટ કેન્દ્ર ૬૪ વર્ષ પૂર્ણ કરી ૬૫માં વર્ષમાં પ્રવેશ કરે છે. જે અમારા કલાકારોનો પાયો ગણાય છે. કોઈપણ કલાકાર ના મુળમાં આકાશવાણી હોય છે. જયારે પ્રસારણ માટે સંગીતના માધ્યમો ઉપલબ્ધી ન હતા માત્ર આકાશવાણી જ ત્યારે મદદરૂપ થતું એટલા બધા પ્રસારણ માધ્યમો વચ્ચે આકાશવાણી એક જ એવું છે જે ગરીમા પૂર્ણ અને શૈક્ષણીક રીતે કાર્ય કરે છે. આપણા લોકસંગીત તથા અન્ય સંગીતો પર આજે કાર્યકરે છે.  આકાશવાણીને કોઈ કલાકારો ભૂલવાના નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.