Abtak Media Google News

ગુરૂકુળમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે વિનામૂલ્યે સ્ત્રીઓના કેન્સર વિશે માર્ગદર્શન અપાયું

ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામ ખાતે આવેલ વૃંદાવનધામ  સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે નોર્થ અમેરિકા કે.પી.એસ.એન.એ. ગ્રુપ, રાજકોટ કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન, ખીરસરા   સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા ખીરસરા, જમટીંબડી અને વડાળી ગુરૂકુળમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે વિનામૂલ્યે સ્ત્રીઓના કેન્સર વિશે માર્ગદર્શન, હિમોગ્લોબીન ચેકઅપ તેમજ સેનેટરી પેડ વિતરણ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા ધાર્મિક પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગોંડલ બાલુબાપ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ વલ્લભ ભાઈ કનેરીયા ,રાજકોટ કુંડારિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શાંતિલાલ ફળદુ ,કળવા પટેલ સમાજ નોર્થ અમેરિકા ના દિનેશભાઈ સીનોજીયા,સર્વોદય સેવા ટ્રસ્ટ ના દાનભાઈ ચંદ્રવડીયા સહિત  મહેમાનોએ પણ આ કાર્યક્રમ બિરદાવી આવા સામાજિક જાગૃતા ના કાર્યક્રમો કરવા બદલ સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજી સ્વામી .ધર્મસ્વરૂપ દાસજી સ્વામી ની કામગીરી બિરદાવી તેને અભિનંદન આપ્યા હતા .

આ કાર્યક્રમમાં રાજકોટ કુંડારિયા ફાઉન્ડેશન કેન્સર એવરનેસ ટીમ અને  કે.પી.એસ.એન.એ. ગ્રુપની સંસ્થા ની મહિલાઓ દ્વારા વિદ્યાર્થીનીઓને હિમોગ્લોબિન તેમજ મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સલ અંગેની માહિતીઓ આપી અને જાગૃતતા લાવવા પ્રયાસ કર્યા હતા સાથે  બાળા ઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા ઉપરાંત આ સેનેટરી પેડનો કઈ રીતે ઉપયોગ કરવો અને નાશ કરવો તેમ જ મહિલાઓને હિમોગ્લોબિન ને લઈને ઊભી થતી સમસ્યાઓ અંગે માહિતી આપી અને તેમને જાગૃત કરી હતી અને તેમનું હિમોગ્લોબીન તપાસી અને તેમને માહિતી પણ પૂરી હિમોગ્લોબી ની ટેબ્લેટ વિનામૂલ્યે આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.