Abtak Media Google News

બટેટાનું અથાણું બનાવવા માટેની સામગ્રી :

  • ૧ કિલો ફ્લાવરના ઉપરના ફુલ
  •  ૧ કિલો બટાકા
  •  ૪૦૦ ગ્રામ સરસિયાનું તેલ
  •  ૨૦૦ ગ્રામ મીઠું
  •  ૨૦૦ ગ્રામ ગોળ
  •  ૨૦૦ ગ્રામ સરકો (વિનેગર)
  • ૧૫૦ ગ્રામ લસણ
  •  ૫૦ ગ્રામ મરચુ
  • જીરૂનો ભુકો
  • તજનો ભુકો
  • લવિંગનો ભુકો
  • મરીનો ભુકો
  • હળદર
  • એલચીનો ભુકો.

રીત :

ફ્લાવરના ઉપરના ફુલના મોટા કટકા કરવા.બટાકાને છોલી ગોળ પૈતાં કરી, પાણીમાં થોડીવાર પલાળી રાખવા. એક વાસણમા તેલ મુકી, તેમા વાટેલુ આદુ અને વાટેલુ લસણ નાંખવુ શેકવુ પછી તેમા ફ્લાવર અને બટાકા નાખી, અધકચરા બફાય એટલે ઉતારી લેવું. તેમા મીઠું, હળદર, રાઇનો  ભુકો, જી‚-લવિંગ-તજ-મરી  અને એલચીનો ભુકો નાખી, હલાવી ઠંડુ પાડવું.

એક વાસણમાં સરકો લઇ તેમા ગોળ નાખી અને ચાસણી થાય એટલે બટાકાના પૈતાં અને ફ્લાવર નાખવા. થોડીવાર તાપ ઉપર રાખી સારવાર હલાવી ઉતારી લેવું ઠંડુ પડે એટલે બરણીમાં ભરી લેવું. ઢાંકણ એરટાઇટ રાખવું. આમ આ અથાણુ લાંબા સમય સુધી સારુ રહી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.