Abtak Media Google News

રેફ્રીજરેટર, એર ક્ધડીશનર, વોશિંગ મશીનની કિંમત વધે તેવા સંકેતો

જીવનમાં આધુનિક ઉપકરણો વધુ પ્રમાણમાં જ‚રીયાત કરતા ફરજીયાત બની ચુકયા છે. સુવિધાની સાથે આદર્શ જીવનશૈલી દર્શાવતા ઉપકરણો વધુ પ્રમાણમાં દેખાદેખી માટે વસાવવામાં આવતા હોય છે.

Advertisement

ત્યારે રેફ્રિજરેટર, એર ક્ધડીશનર અને વોશિંગ મશીનની કિંમતોમાં વધારો થવાના એંધાણો મળી રહ્યા છે.

કારણકે સફેદ (કાચો) માલ બનાવતા ઉધોગોએ ઈનપુટ કોસ્ટમાં વધારો કર્યો છે. તેથી આધુનિક ઉપકરણોમાં ૩ થી ૫ ટકાનો વધારો આવશે. જેની અસર ડિસેમ્બરથી ગ્રાહકોને થશે. જોકે રિટેઈલરો સૌથી પહેલા દિવાળીના જુના આખર માલને વહેંચી ત્યારબાદ નવા માલની પૂર્તિ કરશે.

ત્રણ વરીષ્ઠ ઉધોગ વહિવટીઓએ જણાવ્યું હતું કે, ઉપકરણોની અંદર વપરાતી વસ્તુઓના ભાવમાં જુની કિંમત કરતા ૩૦ થી ૪૦ ટકાનો વધારો થયો છે. જે જાન્યુઆરીથી ઉધોગોને અસર કરશે. જોકે સ્ટિલની કિંમતમાં ૪૦ ટકાનો વધારો તો કોપરમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો છે.

તેમાં અત્યંત મહત્વના કેમિકલ એમડીઆઈ જે રેફ્રિજરેટર બનાવવામાં વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે તેમ વૈશ્ર્વિક અછતને કારણે બમણો ભાવ વધારો થયો છે. આમ ગણતરી બાદ ઈનપુટ કોસ્ટમાં વધારાને કારણે કિંમતોમાં સરેરાશ ૩ થી ૪ ટકાનો ભાવવધારો થશે.

જોકે હાલ બજારમાં મંદીની પરિસ્થિતિ છે.

ગોડરેજ એપ્લાઈસીસ બિઝનેસના હેડ કમલ નંદીએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં જો ભાવ વધારો થશે તો ઈલેકટ્રોનિક ઉપકરણો પર તેની માઠી અસર થશે. જોકે આવતા મહિનાથી જ ફ્રિજના ભાવ વધશે. ત્યારબાદ વોશિંગ મશીન અને જાન્યુઆરીથી એ.સી.ની કિંમતો વધશે.

ભારતમાં કાચો માલ બનાવતી કંપનીના લિડર એલજી ઈલેકટ્રોનિક અને રિવલ સેમસંગે જણાવ્યું હતું કે, અન્ય ઉધોગોને પર ભાવ વધારાની અસર થશે.

જોકે સેમસંગે આ મામલે નામંજુરી આપતો ઈ-મેઈલ એલજીને આપ્યો હતો.

ફોર તેમજ ફાઈવ સ્ટાર એસીની કિંમતોમાં નવી ઉર્જા કાર્યક્ષમતા શાખ મુજબ વધારવામાં આવશે.

તો ભારતીય મોસમી ઉર્જા કાર્યક્ષમતા રેડિયો જાન્યુઆરીથી ઓછી કિંમતના એસી બનાવશે જેની ગતી નિયત રાખવામાં આવશે. જોકે તેની સીધી માઠી અસર ઈલેકટ્રીક ઉધોગો પર થશે અને રિટેઈલરો તેમજ શો-‚મોમાં વેચાણમાં પણ ઘટાડો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.