Abtak Media Google News

મુખ્યમંત્રીના એડિશ્નલ પીઆરઓ હિતેષભાઈ ગાંધીનગર ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના પ્રમુખપદે 14 વર્ષથી આપી રહ્યા છે સેવા

અખિલ ભારતીય ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજની તાજેતરમાં જૂનાગઢમાં મળેલી વાર્ષિક સામાન્ય સભાએ ગાંધીનગર એકમના પ્રમુખ અને મુખ્યમંત્રીના એડિ. પીઆરઓ હિતેષભાઈ પંડ્યાની અખિલ ભારતીય પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરી છે. ગુજરાત ઉપરાંત ભારતના મુંબઈ, ચેન્નાઈ, પૂના, નાસિક, દિલ્હી, કર્ણાટક, કેરળ, કલકત્તા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં અને આફ્રિકા, લંડન, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં પણ વસતા ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણોના સંગઠન અખિલ ભારતીય ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભા જૂનાગઢ મુકામે ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજની  આ સભામા હિતેષભાઈ પંડ્યાની ફેડરેશનના અખિલ ભારતીય પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરી હતી.

Advertisement

હિતેષભાઈ પંડ્યા રાજકોટના વતની છે અને 2001 થી ગાંધીનગર વસ્યા છે અને 2001થી તેઓ મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે સેવા બજાવી રહ્યા છે. અને સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી સાથે કામ કરતા રહ્યાં છે. હિતેષભાઈ રાજકોટમાં સુપ્રસિદ્ધ દૈનિક પત્ર ફૂલછાબમાં પણ 1978 થી 2000 સુધી વિવિધ હોદા્ પર ફરજ બજાવતા હતા. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વદેશી સેવા સંસ્થા ઇન્ડિયન લાઇન્સ કલબ સાથે 1998 થી હિતેષભાઈ જોડાયેલ છે અને ગુજરાતમાં લગભગ 70 ક્લબો ધરાવતી આ સ્વદેશી ઇન્ડિયન લાઇન્સ કલબના તેવો સર્વોચ્ચ સ્થાન ચીફ પર્સનલ પણ છે. ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણો વિશ્વભરમાં ફેલાયેલો છેય મુખ્યત્વે શિક્ષણ, હોટલ, મિઠાઈ વ્યાપાર, ઉદ્યોગ દાકતર, વકીલ વગેરેના વ્યવસાયકો રહ્યા છે. તેવી રીતે ઉચ્ચ સરકારી હો્દા પર ગઢિયા બ્રાહ્મણ પ્રભાવી રહ્યા છે.

જગ વિખ્યાત ઈગ્લેન્ડ યુરોપમાં પાઠક પીકલ્સના પ્રણેતા લખુભાઈ પાઠક કેશોદના ગઢિયા બ્રાહ્મણ હતા. તેવી રીતે સૌરાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ સ્પીકર  મગનભાઈ જોષી પણ ગઢિયા બ્રાહ્મણ હતા. તો  નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાર્યકાળમાં શૈક્ષણિક બાબતો માટે તેમના સલાહકાર રહી ચૂકેલા અને પોંડીચેરી અરવિંદ આશ્રમના અંતેવાસી સ્વ. ડો કિરીટભાઈ જોષી કે વિશ્વવિખ્યાત સંગીતકાર વડોદરાના શિવકુમાર શુકલ તેમજ ચેન્નાઈ (તામિલનાડુ) ની સૌથી મોટી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ડો મહેતા નર્સિંગ હોમના સ્થાપક ડો અનંતભાઈ મહેતા અને ડો સવિતાબેન મહેતા પણ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ હતા. સ્વ. ડો. કિરીટભાઈ જોષી તો ઈન્દિરા ગાંધીના પણ સલાહકાર રહી ચૂક્યા હતા. તેવી રીતે સ્વ. ઈન્દિરા ગાંધીના અંગત સલાહકાર સ્વ. શ્રી હરસુખભાઈ પંડિત પણ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ હતા.

એવોર્ડ એનાયત

ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણોના આ સંગઠન દ્વારા 2019-20ના સર્વ શ્રેષ્ઠ ઘટક તરીકે પણ  હિતેષભાઈ પંડ્યાના વડપણ હેઠળના ગાંધીનગર એકમને એવોર્ડ એનાયત થયો હતો. આ ઉપરાંત જાણીતા ટેબલ ટેનિસ ખેલાડી  હિરેન મહેતા વિવિધ ક્ષેત્રમાં ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરનારા અને સિદ્ધિ મેળવનારા ગઢિયા બ્રાહ્મણોને પણ સન્માનિત કરાયા હતા.

શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર પૂર્વ શિક્ષણ નિયામક ડો. હર્ષદભાઈ ભટ્ટ  રમતગમત ક્ષેત્રે, ટેબલ ટેનિસમાં ગુજરાતમાં રેન્કર  જગદીશભાઈ પાઠક (રાજકોટ બેન્ક અને ઈન્ડિયા) વિવિધ દોડ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર ગાંધીનગરના કાજલબેન સી. ત્રિવેદી, સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં સન્માનનીય કામગીરી કરનાર  કિશોરભાઈ પંડ્યા  ટેબલ ટેનિસમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર શ્રી હિરેનભાઈ મહેતા (રાજકોટ રેલ્વે) સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્યકર્તા  મનીષભાઈ મહેતાને અને ધારી (અમરેલી)ના એવોર્ડી શિક્ષક પ્રકાશભાઈ શર્માને આ સામાન્ય સભામાં સન્માનિત કર્યા હતા. ગઢિયા બ્રહ્મ સમાજના નિવૃત થઈ રહેલા પ્રમુખ  કિશોરભાઈ મહેતા (જૂનાગઢ) લાભશંકરભાઈ મહેતા (જૂનાગઢ)ની ટીમ છ વરસ (બે ટર્મ) માટે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરીને વાર્ષિક સામાન્ય સભાએ બિરદાવી હતી. હિતેષભાઈ પંડ્યાનો સંપર્ક નંબર 7984352540 છે અને તેઓ ગાંધીનગરમાં રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.