Abtak Media Google News

બ્યુટી ન્યુઝ 

ત્વચા ચમકીલી અને ગ્લોઈંગ બનાવવા સૌ કોઈ ઇચ્છતા હોય છે પણ કેટલીક વખત સ્કીન પ્રોબ્લેમ વધવા લાગે છે અને અચાનક ચેહરો ડલ દેખાવવા લાગે છે. જેની પાછળ પોલ્યુશનથી લઈને અનેક કારણો હોય શકે છે. તમારી સ્કિન ગ્લોઈંગ કે પછી ડલ હોવી એ તમે સ્કિન રુટીન કઈ રીતે ફોલો કરો છો એના પર આધાર રાખે છે. ડેઇલી  રુટિનમાં કેટલીક ભૂલોના કારણે ત્વચાનો રંગ કાળો પડવા લાગે છે અને ચેહરો ડલ દેખાવા લાગે છે.

S

ફુડથી લઈને કસરત સુધી ડેઇલી રુટિનની તમામ એક્ટીવિટીની અસર તમારા સ્વાસ્થની સાથે ત્વચા પર પણ દેખાય છે. ચેહરાને ગ્લોઇંગ અને ચમકદાર બનાવવા માટે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કે, કઈ ભૂલો છે જેના કારણે ચેહરો કાળો પડવા લાગે છે.

ડેઇલી રુટિનમાં હેવી મેકઅપ ન વાપરો

Mkup

કોસ્મેટિક પ્રોડક્ટસ માં અનેક કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જો તમે ડેઇલી રુટિનમાં હેવી મેકઅપ વાપરો છો કે પછી તમારો મેકઅપ સારી ક્વોલિટીનો ન હોય તો તેનાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. જેનાથી  ચેહરો કાળો પડવા લાગે છે. તમે સારી ક્વોલિટીની લિપસ્ટિક ઉપયોગ ન કરો તો પણ તેમા રહેલું કેમિકલ તમારા હોઠ ખરાબ કરી શકે છે.

3 7

લાંબા સમય સુધી તડકામાં રહેવાથી સ્કિન કાળી પડવા લાગે છે. જો તમે સનસ્ક્રીનનો ઉપયોગ નથી કરતાં તો તમારી ત્વચા પર ખરાબ અસર પડે છે. આનાથી ત્વચા માત્ર કાળી નથી પડતી ડલ પણ થઈ જાય છે. એટલા માટે તડકામાં જતા પહેલા સનસ્ક્રીન લગાવવી જરુરી છે.

ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા વધી શકે

4 2

શિયાળામાં મોટાભાગના લોકો ગરમ પાણીથી નહાવાનું પસંદ કરે છે. જેના ફાયદાની સાથે  ગેરફાયદા પણ છે. વધુ સમય સુધી ગરમ પાણીથી નહાવાથી તમારી ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા વધી શકે છે અને તેના કારણે ત્વચાનો રંગ ડાર્ક થવા લાગે છે. એટલા માટે  નહાવાનું   પાણી એટલું ગરમ ​​લો કે તે ત્વચા પર માત્ર નવશેકું અનુભવાય.

ભરપુર માત્રામાં પાણી ન પીવાના કારણે ત્વચા ડિહાઈડ્રેટ થઈ શકે છે જેનાથી તમારી ત્વચા સંબંધીત સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલા માટે આખી બોડી તેમજ તવ્ચાને હેલ્ધી રાખવા માટે ભરપુર માત્રામાં પાણી પીવું જોઈએ.

6

સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે

ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે તેમજ ખાવાની ખૂબ જ ખરાબ આદતોને લીધે મોટાભાગના લોકો હેલ્ધી આહાર લેતા નથી. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે એટલું જ નહીં, પોષક તત્વોની અછતને કારણે તમારી ત્વચાનો રંગ પણ કાળો થઈ શકે છે અને આ સિવાય ત્વચાની ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. ચમકદાર ચહેરા માટે લીલા શાકભાજી તેમજ ફળો અને ડ્રાય ફ્રૂટ્સનું ભરપુર માત્રામાં સેવન કરવું જોઈએ.

7 5

સુગર ત્વચાની ખૂબસુરતીની દુશ્મન છે. આવી જ રીતે ખાંડ સિવાય સ્પાઇસી, ઓઇલી ફૂડ અને જંક ફૂડ પણ સ્કિનની સુંદરતા છીનવી લે છે. વધતી ઉંમરની સ્કિન પર અસરને ઓછી કરવા માટે સ્કિને હાઇ઼ડ્રેઇટ રાખવી જરૂરી છે. આ માટે દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવું જોઇએ.  તાજા સિઝનલ ફળો, વિટામિન – સી થી ભરપૂર ફળો અને ગ્રીન વેજીટેબલનું સેવન સ્કિનનો તરોતાજા રાખવામાં મદદ કરે છે.

8 5

 

 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.