Abtak Media Google News

વિરોધીઓનો હાલ સબજાર જેવો થશે તેમજ રાજનીતિ ન કરવા હુર્રિયતને મુસાની ચિમકી: ઓડીયો વાઇરલ

આતંકવાદી બુરહાનવાનીના ઉતરાધિકારી કહેવાતા સબજાર ભટ્ટની મોત બાદ હિઝબુલ મુજાહિદ્દીનમાં ગળગળો ચાલી રહી હતી. ખબજ છેતે મુજબ જાકીર મુસા ના જુથના હિઝબુલ મુજાહીદ્દીનના નેતૃત્વ અને જાકીર મુસાના વિરોધીઓને સીધી ચેતવણી આપી છે કે જે પણ જાકીર મુસાનો વિરોધ કરશે તેની હાલત સબજાર જેવી થશે. કહેવાય છે કે ઘણા સ્થાનિક આતંકીઓ રિયાઝ નાયડુને પોતાનો લીડર માનવા તૈયાર નથી એ જ કારણ છે કે મુસાના જુથમાં સ્પષ્ટ કરી દેવાયું છે કે મુસાના વિરોધીઓની હાલત સબજાર જેવી થશે. આ અંગે તાજેતરમાં જ સમાચાર હતા કે હિઝબુલ મુજાહીદ્દીનના કમાંડર સબજાર ભટ્ટના મૃત્યુ બાદ તેના લોકોમાં ઘણા ઝઘડાઓ સામે આવ્યા છે. ઝાકીરમુસા અને હિઝબુલ મુજાહીદ્દીનના નેતૃત્વમાં કંઇ ઠીક ચાલી રહ્યું નથી. દરમિયાન ભારતીય જાસુસી એજન્સીઓએ નોંધયું હતું કે મુજાહુદ્દીનમાં  આતંરિક ખટરાગ ચાલી રહી છે. બુરહાન વાનીના ઉતરાધિકારી તરીકે ખ્યાતનામ સબજાર ભટ્ટના એન્કાઉન્ટ બાદ જ હિઝબુલ મુજાહીદ્દીનમાં એવી ર્ચાા ફેલાઇ છે કે શું જાકીર મુસાએ સબજાર ભટ્ટને દગો દીધો હતો.

Advertisement

હિઝબુલના આતંકીઓને શંકા છે કે જાકીરમૂસાના કોઇ નજદીકના મેનેજરેજ સબજારનું લોકેશન જમ્મુ-કાશ્મીર હોવાની માહિતી પોલીસને આપી હતી. જેનાથી એન્કાઉન્ટરમાં પોલીસને મદદ મળી હતી. જો કે હજુ એજન્સી દ્વારા આ વાતને સમર્થન અપાયું નથી.

હાલમાં જ જાહેર ઓડિયો જાકીર મુસા દ્વારા મોકલવાયો હતો. જેમાં આંદોલન ઇસ્લામિક છે રાજનૈતિક નથી આ કલીપ પર સવાલ ઉઠી રહ્યા છે કે શું હુર્રિયત કાશ્મીરમાં હવે પોતાની પ્રાસંગિકતા ખોઇ ચુકયું છે. કારણ કે આતંકીઓએ તેમની રાજનીતીને નકારી હતી. બુરહાની વાની જગ્યા હિઝબુલના કમાંડર બનેલ મુસાએ હુર્રિયત નેતાઓને રાજનીતિ ન કરવા ચેતવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.