Abtak Media Google News

આજના આધુનિક ડિજિટલ, વૈજ્ઞાનિક યુગમાં, પણ ક્યાંક ક્યાંક “યોગસંજોગ” અને કુદરતી બાબતો નો આશ્ચર્યજનક સુમેળ સર્જાય  છે, ગઈકાલે સતત ક્રિકેટ રણભૂમિ પર વિજયરથ આગળ ધપાવનાર “ટીમ ઇન્ડિયા’ ફાઇનલમાં અસફળ રહેતા દેશભરના કરોડો ક્રિકેટ ચાહકોને જબરો આંચકો લાગ્યો હતો, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માહોલ જ કંઈક અલગ હતો, ટીમ ઇન્ડિયા કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને સમગ્ર ટીમનું પર્ફોર્મન્સ વર્લ્ડ કપના પ્રથમ મેચથી જ આસમાનને અબતું હતું ….પણ ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા નો પરાજય થયો હતો ,અને વર્લ્ડ ચેમ્પિયન ના બદલે રનર્સ અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો…

Advertisement

1983 માં પ્રથમ વર્લ્ડ કપ જીત્યા બાદ ઇન્દિરા ગાંધી અને 2011માં વર્લ્ડ કપ વિજેતા બન્યા પછી વડાપ્રધાન પદેથી મનમોહનસિંહ બદલાયા હોવાનો રોચક “યોગાનુયોગ”

ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ની વિશ્વ એ નોંધ લીધી.  સ્વયંભૂ ઉમટી પડેલી મેદની અને વડાપ્રધાન ગૃહ મંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ફિલ્મ સીતારાઓ સેલિબ્રિટીઓ ની મેદની એ ટીમ ઇન્ડિયાના પરાજયનો આંચકો અનુભવ્યો હતો,  આ પરાજયમાં પણ ક્યાંક સારા સંકેત હોવાનો એક નવો જ સંજોગ જોવા મળ્યો હતો…. ભારતના ક્રિકેટ ઇતિહાસમાં 1983 અને 2011 એમ બે વર્લ્ડ કપ જીતીને ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું હતું… ક્રિકેટ આલમમાં ડંકો વગાડનાર ટીમ ઇન્ડિયાના આ વિજય સાથે જાણે કે “રાજકીય નેતૃત્વ “નો સીધો સંબંધ હોય તેમ ’ગઢ આયા પર સિંહ ગેલા” ની જેમ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે એટલે વડાપ્રધાન બદલાઈ જાય… 1983 માં કપિલ દેવ એ દેશને પ્રથમ વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ સામે વિજયી થઈને અપાવ્યું ,ત્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના ચાર વર્ષ અને 291 દિવસના શાસનનો અંત આવ્યો હતો અને 1983 ના વર્લ્ડ કપ ચેમ્પિયનના વર્ષમાં જ દેશના વડાપ્રધાન બદલાઈ ગયા હતા

2011માં પણ આવો જ સંજોગ સર્જાયો હોય તેમ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકાની ટીમને પરાજય આપી ટીમ ઇન્ડિયા ને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી ત્યારે પણ ચાર વર્ષ અને 299 દિવસના શાસન બાદ વડાપ્રધાન પદે રહેલા મનમોહનસિંહ બદલાયા હતા    આમ જે વર્ષે ભારત ક્રિકેટ વિશ્વ વિજેતા બન્યું છે ત્યારે વડાપ્રધાન બદલાયા છે, આ વખતે છેલ્લે સુધી વિનિંગ ચાન્સીસ માં હોટ ફેવરિટ રહેલી ટીમ ઇન્ડિયા ને રનર અપ તરીકે નો સંતોષ માનવો પડ્યો ત્યારે કરોડો ચાહકોના દિલને આંચકો લાગ્યો હતો.. પરંતુ વર્લ્ડ કપ વિજય ની ત્વારીખ જોતા દરેક દેશવાસી ને એક વાતનો સંતોષ થયો છે કે ભારત વર્લ્ડકપ જીતે એટલે વડાપ્રધાન બદલાય એટલે આ વખતે વર્લ્ડ કપ માં વિજય થયો નથી …એટલે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બદલાશે નહીં… અને રીપીટ થશે… તેવો આશાવાદ પ્રબળ બન્યો છે ,

દરેક પ્રતિકૂળ સંજોગોમાં પણ કુદરતનો કોઈક સાંકેતિક સંદેશો હોય, તેમ ભારત વર્લ્ડ કપ જીતે એટલે વડાપ્રધાન બદલાય ની પરંપરા આ વખતે  દેશમાં ન સર્જાય તે માટે ભારત વિજેતા નહીં પરંતુ બીજા નંબરે રનર અપ બન્યું હોય, અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહિ બદલાય તેવો કુદરતે સંકેત આપ્યો હોય તેવું લાગી રહ્યું છે “જોગ સંજોગ- યોગા નું યોગ” સંપૂર્ણપણે આકસ્મિક ગણાય પરંતુ ઘણી વખત આવી માન્યમાં ન આવતી વાતને પણ માનવી પડે તે પણ એકે આગવી પરંપરા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.