Abtak Media Google News

વિટામીન B12 ની ઉણપને અવગણશો નહિ…

વિટામીન B12 ક્યાંથી અને કેવી રીતે મેળવવું?

Whatsapp Image 2023 07 04 At 14.00.30

આપણું શરીર અનેક તત્વોનું બનેલું છે. એમાંથી કેટલાય તત્વો એવા છે જેની ઉણપ સર્જાતા શરીર જાતેજ તેનું નિર્માણ કરે છે પરંતુ કેટલાક તત્વો એવા છે જેની ઉણપ સર્જાતા શરીર તેનું નિર્માણ કરવામાં સક્ષમ નથી હોતું. શરીરમાં વિટામિન્સ ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ માટે પૂરતા પ્રમાણમાં વિટામિન્સ હોવા જરૂરી છે. જયારે કોઈ પણ વિટામીનની ઉણપ શરીરને વર્તાય છે તો એની સીધી અસર સ્વાસ્થ્યને થાય છે.એવું જ એક વિટામીન છે વિટામીન B12, જેની ઉણપથી શરીરને કેટલી ગંભીર અસરો થાય એ જાણવું પણ એટલુ જ જરૂરી છે.

Whatsapp Image 2023 07 04 At 14.00.31 1

મગજ અને ચેતા કોશના વિકાસ માટે વિટામીન B12 ખુજ મહત્વનું છે. જે શરીમાં એની રીતે બનતું નથી, તે ખોરાક અથવા તો દવાઓ દ્વારા શરીરને પૂરું પડવામાં આવે છે. સામાન્ય રીતે માંસાહારમાં ભરપુર માત્રામાં B12 મળી રહે છે, પરંતુ શાકાહારી અને સગર્ભા સ્ત્રી માટે વિટામીન B12ની ઉણપને દુર કરવી સરળ નથી રહેતી.
વિટામીન B12 શું છે?

શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં અવગણી ન શકાય એવું તત્વ એટલે વિટામીન B12. જેની ખામીથી શરીરમાં નબળાઈ,ભૂખ ઓછી થવી, કબજિયાત, માંસપેશીઓ નબળી પડવી,યાદશક્તિ ઓછી થવી, ઉબકા આવવા ,કળતર થવી, મોઢું સુકાવું જેવીઅનેક તકલીફો ઉભી થાય છે.

આ ઉપરાંત રેડ બ્લડ સેલના નિર્માણ માટે પણ B12 મહત્વનું છે. જો રેડ બ્લડ સેલની ખામી શરીરમાં થાય તો સ્કીનમાં ફીકાસ આવે છે, નબળાઈ આવવી,થાક અનુભવવો, ચિડીયાપણું વધવું,ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો વર્તાય છે.
વિટામીન B12નાં સ્ત્રોત.

સામાન્ય રીતે વિટામીન B12 દરેક પ્રકારના આહારમાંથી મળવું મુશ્કેલ છે. પરંતુ કેટલાક ફળો અને શાકભાજીઓ એવા છે જેમાંથી ભરપુર માત્રામાં B12 મળી રહે છે.

સફરજન, કેળા, સંતરા,બ્લુબેરી એવા ફળ છે જેને ખાવાથી વિટામીન B12 ભરપુર માત્રામાં મળી રહે છે. આ ઉપરાંત શાકભાજીમાં બટેટા,બીટ અને મશરૂમ માંથી પણ વિટામીન B12 મળી રહે છે. એ સિવાય બદામ અને શીંગ દાણામાં પણ વિટામીન B12 ઉપલબ્ધ હોય છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.