Abtak Media Google News

૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ અવનવી ૧૨ સિકવન્સમાં પોતાની ક્રિએટીવિટી રજૂ કરી

રોયલ વેસ્ટર્ન અને ઈન્ડિયન ફયુઝન પર સંદેશો પાઠવતી ફેશન અને જવેલરીની ડિઝાઈનોની ટોચના મોડલઓએ કરી રજૂઆત

શહેરની ટોચની ફેશન ડિઝાઈન સંસ્થા આઈએફજેડી (ઈન્સ્ટીટયુટ ઓફ ફેશન એન્ડ જવેલરી ડિઝાઈન) દ્વારા રવિવારે નિરાળી પાર્ટી લોન્સ ખાતે ભવ્ય ફેશન શો ‘રેમપેજ ફેશન શો’નું આયોજન કરવામાં આવ્યું હતુ એક સિકવન્સમાં ઈન્ડિયન ફયુઝન પર ફેશન અને જવેલરી ડિઝાઈન કરી આઈએફજેડીના વિદ્યાર્થીઓએ રોયલ ટચ અને રોયલ લુક આપી દરેક સિકવન્સના કોસ્ચ્યુમ અને જવેલરીને દેશના ટોચના મોડેલ દ્વારા રેમ્પ પર પ્રદર્શિત કર્યું હતુ.

Advertisement

Dsc 0673

ઈન્સ્ટીટયુટ ઓફ ફેશન એન્ડ જવેલરી ડિઝાઈનીંગ (આઈએફજેડી)ના સીઈઓ બોસ્કી નથવાણી અને સેન્ટર હેડ રાકેશ નથવાની દ્વારા આયોજીત રેમપેજ ફેશન શો કુલ ૧૨ સિકવન્સ રજૂ કરવામાં આવી હતી.

આઈએફજેડીના ૫૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કલા અને ક્રિએટીવીટી દ્વારા વ્હાઈટ સાગા સિકવન્સ, નોટી નેવી, લેજન્ડરી લેહરીયા, હલ્દી મિરાજ, પ્રિન્ટ પેરેડાઈઝ, ધ ડેઝર્ટ રોગ, ગો ગ્રીન, પેસ્ટલ પિટારા, પાટણ દા પટોળી, ડાર્ક સિકેટ, પિન્ક ગાલા અને ગુજરાતનાં ગૌરવ નવરંગી નવરાત્રી સિકવન્સ પર ફેશન અને જવેલરી ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. જે ડિઝાઈનોને દેશના ટોચના મોડલ અને બાળ મોડેલોએ પહેરી રેમ્પ પર રજૂઆત કરી હતી. સાથે ‘ઈન્ડિયન આઈડલ’ અને ‘ધ વોઈસ’ સિંગિંન શો ફેમ ભારતી પોતાના સ્વર પર લોકોના મનમોહ્યા હતા.

Vlcsnap 2019 12 23 12H12M23S159

અબતક સાથેની વાતચીતમાં રેમપેજ ફેશન શો-૨ ૨૦૧૯ના આયોજક બોસ્કી નથવાણીએ જણાવ્યું હતુ કે ઈન્સ્ટીટયુટ ઓફ ફેશન એન્ડ જવેલરી ડિઝાઈનીંગના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ક્રિએશન્સ ડિઝાઈન કર્યા છે. અને જેનું આજરોજ રજૂઆત થશે એક વર્ષની મહેનત બાદ વિદ્યાર્થીઓની મહેનત આજરોજ રેમ્પ પર રંગ લાવશે નોટી નેવી રાઉન્ડ દ્વારા લોકોને મેસેજીસ આપવામાં આવે છે કે ગર્લ્સ નેવીમાં જોડાય તેવા સંદેશા સાથે ડિઝાઈન કરી છે.

દર વર્ષે થતા આઈએફજેડીના ફેશન શો થીમએજ હોય છે. જેમાં આ વર્ષે પટોળા, લહેરીયા, બાંધણી, ગો-ગ્રીન જેવા ઈન્ડિયન ફયુઝન પર પર્યાવરણ સાચવાનો સંદેશો આપતા પણ રાઉન્ડ રાખવામાં અ વ્યા છે. આ વર્ષે ઈન્ડિયન ફયુઝનની રજૂઆત સાથે લોકોને આપણા કલ્ચર તરફ વાળવાનો એક પ્રયાસ છે. જે કોઈ વિદ્યાર્થીઓ છે તેના માટે તેનું પ્રોત્સાહન જ મહત્વનું હોય છે.

અબતક સાથેની વાતચીતમાં આઈએફજેડી રેમપેજ ફેશન શોના મોડલ સ્વામી ઠાકુરે જણાવ્યુંં હતુ કે રાજકોટમાં સૌ પ્રથમ વાર આ રીતે ફેશનશોમાં મોડલીંગ કરવાનો લાહવો મળ્યો જેનાથી ખૂબ આનંદની અનૂભૂતી થાય છે. આઈએફજેડીના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ અદભૂત ડિઝાઈન બનાવામાં આવી છે. જેનાથી પાંચ સિકવન્સમાં હું મોડલીંગ કરવાની છું જેમાંથી હર એક ડિઝાઈન તદન અલગ અને પોતાની એક અલગ જ ઓળખાણ ઉભી કરે છે.

આ વર્ષે આઈએફજેડી રેમપેજ ફેશન સોમાં વિદ્યાર્થીઓએ હર એક ડિઝાઈન પાછળ તેમણે એક મેસેજ પાસ કર્યો છે. જેમકે નેવી થીમ પર ડિઝાઈન કરેલી હેન્ડસમ લોકોને અને ખાસ ગર્લ્સને નેવીમાં જોડાવાનું પ્રોત્સાહન આપે છે. આજ ફેશન શોમાં વેસ્ટર્ન સાથોસાથ ઈન્ડિયન કલ્ચર પણ છે. અને સાથે ગુજરાતની ઓળખ સમાન ગરબા દ્વારા પણ રેમ્પવોક કરવાનું છે. જે સૌથી અદભૂત અનૂભૂતી બની રહેશે. રાજકોટ ડિઝાઈનર્સ વિદ્યાર્થીઓ બસ આ જ રીતે પ્રેરીત થતા રહે અને અદભૂત ડિઝાઈનો બનાવતા રહે.

Vlcsnap 2019 12 23 12H17M56S164

અબતક સાથેની વાતચીતમાં આઈએફજેડી રેમપેજ ફેશન શોના વિદ્યાર્થી હેત્શી શાહે જણાવ્યું હતુ કે આઈએફજેડી હર વર્ષે પોતાના સિલેબસ ખૂબ સારી રીતે અપડેટ કરે છે. હું આઈએફજેડીમાં હર વર્ષે આવતા નવા કોર્ષ કોઈ નવી ડિઝાઈન અને તેની જાણકારી માટે ઈન્સ્ટિટયુટ સાથે જોડાયેલી રહું છું આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા ઈન્ડિયન અને રોયલ થીમ પર ફેશન અને જવેલરીની ડિઝાઈન બનાવામાં આવી છે. જે હેરીટેજ વસ્તુઓ કે ભૂતકાળમાં લોકો કઈ ચીજ વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરી પોતાને રોયલ ટચ આપતા કેવી રીતે ફેબરીકસ બનાવામાં આવતુ જેમકે પટોળા છે તો તેને કેવી રીતે બનાવામાં આવે છે? તેના વિશે નાનામાં નાની જાણકારી અમે લોકોએ શીખી બાદ કરતા જઈને પણ અમને ઘણુ બધુ શીખવા મળ્યું હતુ.

જયારે ફેશન શો માટે થીમ નકકી કરવાનું થાય ત્યારે બધાના મનમાં યુનિક આઈડીયા હોય છે. અને તેના પર અભ્યાસ કરી અને એક વર્ષની મહેનત બાદ તમામ આઈડીયાને મર્જ કરી તેના પર સરળતાથી કામ કરવાનું અમને આ ઈન્સ્ટીટયુટમાં શીખવા મળે છે. અને ખાસ જે લોકોને પણ ફેશન ડિઝાઈનીંગમાં રસ હોય તે જરૂર એકવાર આઈએફજેડી મૂલાકાત અવશ્ય કરે અને ત્યાં જઈને ફેશન વિશે વધુ અપડેડ થાય તેવો દર્શકોને અંદેશો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.