Abtak Media Google News

નાયક નહિ …ખલનાયક હું મેં !!!

ડિજિટલ ડિવાઝના શોખથી  તે કરાંચીના વ્યક્તિ સાથે ઓનલાઈન સંપર્કમાં આવ્યો

 

અબતક, અમદાવાદ

હાલ 21મી સદીમાં આજના નવયુવાનો સોશિયલ મીડિયા અને ડિજીટલ ડિવાઈસ તરફ તેમનું આકર્ષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે બીજી તરફ તેમના જોખમો કેટલા અંશે વધુ છે તેનો તાગ પણ તેઓ મેળવી શકતા નથી અને અનેક વખત તેઓ ગંભીર સ્થિતિમાં મુકાય જતા હોય છે એવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બની જેમાં 22 વર્ષના યુવકે ડાર્ક વેબ ઊભી કરી 50 કરોડ રૂપિયા સેરવી લીધા. અમદાવાદનું 22 વર્ષનો છોકરાએ ધોરણ 12 પણ પૂર્ણ કર્યું નથી અને તેના પરિવારના સભ્યોએ તેને કોઈ કામ કરવા સતત જોર કરતા હતા. જે બાદ તેને ડિજિટલ ઉપકરણોનો વધુ રસ હોવાના કારણે તે ડિજિટલ મીડિયા તરફ તેમનો ઝુકાવ વધુને વધુ જોવા મળ્યો અને અંતે ડિજિટલ માધ્યમ થકી કરાચીના જીયા મુસ્તફા સાથે સંપર્કમાં આવી લોકો સાથે છેતરપિંડી આચરવાનું કામ શરૂ કર્યું.

હાલ ઇન્ટરનેટ ખૂબ જ વિસ્તૃત અને વેગવંતુ બની રહ્યું છે ત્યારે કરાચીના વ્યક્તિએ તેને ડાર્ક વેબ ઉભી કરવા માટે સતત પ્રોત્સાહિત કર્યો અને વિવિધ ટ્રીક અપનાવવાનું પણ શીખવ્યું. પરિણામે તે ત્રણ વર્ષના ઓછા સમયમાં 50 કરોડથી વધુ રૂપિયા લોકો પાસેથી મેળવી લીધા છે જેમાં તે ડાયરેકટ  કોઈ રોકડ વ્યવહાર નહીં પરંતુ ચીજોની આપ-લે કરતો હતો. બીજી તરફ તેની ધરપકડ બાદ પોલીસે એ વાતનો પણ ઘટસ્ફોટ કર્યો છે કે તેની પાસે કુલ 12 ક્રિપ્ટો કરન્સી ના એકાઉન્ટ પણ જોવા મળ્યા છે જેમાં દરેક એકાઉન્ટમાં 25 હજારથી 30 હજાર ડોલર જેટલા ક્રિપટો નજરે પડ્યા હતા. જે 22 વર્ષના યુવકની વાત થઇ રહી છે તે નારાયણ નગર સોસાયટી ઇસનપુર ખાતે હર્ષવર્ધન પરમાર છે જેના પિતા એસ વી પી હોસ્પિટલ માં કોન્ટ્રાક્ટ ઉપર તેની સેનીટાઈઝેશન ની કામગીરી કરે છે.

પોલીસે વધુ માહિતી આપતા કહ્યું હતું કે હર્ષવર્ધન માંડ માંડ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી ચુક્યો હતો અને તેના પરિવારે તેને ધોરણ 11 થી જ કામે લાગી જવા પ્રેશર આપ્યું હતું. પરંતુ તેનો સૌથી વધુ રસ સોશિયલ મીડિયામાં હોવાના કારણે તે આખે આખો દિવસ ડિજિટલ મીડિયા ઉપર વ્યતિત કરતો હતો જેમાં તે ફોટો તથા વીડિયો શૂટ પણ મુકતો નજરે પડ્યો હતો જેનાથી તેને લાઈક પણ સૌથી વધુ મળતા હતા. એટલું જ નહીં 22 વર્ષના યુવકે ટેલિગ્રામ ગ્રુપ ઉપર ડાર્ક સિક્રેટ નામ નું ગ્રુપ બનાવ્યું હતું જેમાં તે દરેક લોકો પાસેથી તેના એક્ટિવ બેંક ડીટેલ ઓ ભેગી કરતો. જ્ઞાતિના યુવક સાથે ત્યારથી તેનો પરિચય થયો તે સમયથી તે તેને પ્રોત્સાહિત કરી રોકડ વ્યવહાર ઓપન વેબમાં ન કરવા તાકીદ કરતો હતો અને ડાર્ક વેબ ને અપનાવવાનું જણાવ્યું હતું જે અંગે તેને તાલીમ પણ આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ તેને એક વર્ષમાં 50 કરોડ રૂપિયાની ચીજ વસ્તુઓની આપ-લે કરી હતી અને તે જ્યારે એક આશ્રમરોડની બ્રાન્ચ ઉપર 30 રેફ્રિજરેટર નો ઓર્ડર મૂક્યો તે સમયે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું અને પોલીસે તેની ધરપકડ કરી હતી. પરંતુ તેને જામીન મળ્યા બાદ તે ફરી તૂટ્યો હતો અને પોતાનું કાર્ય યથાવત રીતે ચાલુ રાખ્યું હતું પરિણામે તે ડાર્ક વેબ માં કેટલા અંશે જોડાઈ ગયો કે તેનું આઇપી એડ્રેસ પણ કોઈ ટ્રેસ કરી શકતું ન હતું. પોલીસ પણ આ મુદ્દે કોઇ ગંભીર પગલાં લઇ શકતું નથી જેનું મુખ્ય કારણ એ છે કે આ સમગ્ર કેમ પાછળ હર્ષવર્ધન એક પણ પ્રકારનું સુરાગ છોડતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.