Abtak Media Google News

ભુજમાં જન આશિર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત અને ટાઉન હોલ ખાતે સમાપન સમારોહ યોજાયો

સમગ્ર ગુજરાતભરમાં રાજય સરકારના મંત્રઓની કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની યોજનાઓ અને કામગીરીઓને લઈને પ્રજા વચ્ચે જવાના હેતુ સાથે જન આશિર્વાદ યાત્રા યોજવામાં આવેલ તે અંતર્ગત કચ્છ જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમારની આગેવાનીમાં પૂર્વ કચ્છમાંથી શરૂ થયેલ યાત્રા સાંજે ભુજમાં પ્રવેશ થતા ભવ્ય સ્વાગત કરાયું હતું જેનો સમાપન કાર્યક્રમ ટાઉનહોલ ભુજ મધ્યે યોજાયો હતો.

Advertisement

સમાપન કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે આવકાર આપતા જણાવ્યું હતું કે, સરકારે અનેક લોકોપયોગી યોજનાઓ અમલમાં મુકી છે. જેના ભાગરૂપે લોકો દિલથી આશિર્વાદ આપી રહયા છે. ભારતીય જનતા પાર્ટીએ લોકહિતને ધ્યાને લઈ સફળ શાસન આપ્યું છે જેના પરિણામના ભાગરૂપે હંમેશા ભાજપના ઉમેદવારો અનેક જગ્યાએ વિજય પ્રાપ્ત કરે છે તેમજ સંગઠનમાં પણ દરેક કાર્યકર પોતાનું યોગદાન આપી પક્ષહિતના કાર્યો કરતા રહે છે અને આવનારા સમયમાં પક્ષ અને પ્રજા હંમેશા એકબીજાથી સમન્વયમાં રહી ભાજપને સફળતા અપાવતા રહેશે.

સમાપન વેળાએ રાજય સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમારે જણાવયું હતું કે, અગાઉ ગુજરાત સરકારે ખૂબ જ સારા કાર્યો કર્યા છે. અને આવનારા સમયમાં પણ સરકાર લોકહિતના અનેક કાર્યો કરતી રહેશે.

સમાપન કાર્યક્રમમાં કચ્છ જિલ્લા સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જયંતભાઈ માધાપરીયા, ભરતભાઈ શાહ, પચાણભાઈ સંજોટ, ડો.મુકેશભાઈ ચંદે, રાહુલભાઈ ગોર, પ્રફુલસિંહ જાડેજા, વિજુબેન રબારી, યાત્રાના રમેશભાઈ મહેશ્વરી, ઘનશ્યામભાઈ ઠકકર, મંજુલાબેન ભંડેરી, તાપસભાઈ શાહ, અશોકભાઈ હાથી, આમદભાઈ જત, શીતલભાઈ શાહ, ભીમજીભાઈ જોધાણી, સાત્વિકદાન ગઢવી સહિત જિલ્લા ભાજપ હોદેદારો, શહેર/તાલુકા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, મોરચાના હોદ્દેદારો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ કેતનભાઈ ગોરની યાદીમાં જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.