Abtak Media Google News

સોના-ચાંદીના દાગીના  અને રોકડ  સહિતની લૂંટ ચલાવી ત્રણ શખ્સો  બાઈક પર ફરાર: સીસીટીવીના આધારે તપાસ

 

Advertisement

અબતક, જામનગર

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારની ઈન્દિરા સોસાયટીમાં બંદૂકની અણીએ લૂંટની ઘટના બની છે. ઘરની અંદર ઘૂસી ત્રણ અજાણ્યા શખ્સોએ મહિલાને બંદૂક બતાવી રોકડ અને દાગીનાની લૂંટ કરી હોવાની પોલીસને માહિતી આપવામા આવી છે. પોલીસે મહિલાની

ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ ઇન્દિરા સોસાયટીમાં રહેતી એક મહિલાને 3 સવારી બાઇક પર આવેલ શખ્સોએ મહિલાને બંદુક બતાવી ધમકી આપી લાખોની કિંમતનું સોનુ તેમજ રોકડ 2કમ લૂંટી લઈ લૂંટારૂ પલાયન થઈ ગયા હતા.બનાવના કારણે ભયભિત થઈ ગયેલી મહિલાએ પરિવારને જાણ કરી હતી અને સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જેથી પોલીસ પણ ચોકી ઉઠી હતી. અને તાત્કાલીક ઉચ્ચ અધીકારી સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયેલ હતો. અને તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે સુત્રોમાંથી એવું જાણવા મળ્યું તુંકે, 3 લુંટારૂ શખસો 11 તોલાના સોનાના રૂપિયાની 30 હજાર રોકડ રકમ પલાયન થઈ ગયા હતા. આ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. ચકચારજનક બનાવ અંગે પોલીસે લૂટારૂ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અને પોલીસ તેમજ પરિવારની બારીકાઈથી પૂછપરછ સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.