માધવપુર ઘેડ પંથકમાં સવારથી જ જામ્યો વરસાદ, ખેતરો બન્યા સ્વિમિંગ પુલ

માધવપુર ઘેડ : મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મેઘરાજાની વરસાદી બેટિંગથી શહેરો-ગામોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો રસ્તાઓ પાણીના પ્રવાહના કારણે બંધ પડ્યા છે.ખેતરોમાં પાણી ફરી વળવાથી પાકને નુકશાન થયું છે.સવારથી માધવપુર ઘેડ પંથકમાં મેઘરાજાએ વિરામ લીધા વગર જ વરસી પડ્યા છે.આથી નદીમાં પૂર આવતા ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા.તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેતરો જાણે સ્વિમિંગ પુલમાં પરિવર્તિત પામ્યા તેવું દ્રશ્ય સર્જાયું હતું.

માધવપુર ઘેડ પંથકમાં મેઘરાજાની મહેરથી માધવપુરથી નજીક આવેલ મંડેર ગામે ચિગરિયાથી મંડેર જતો રસ્તો,માધવપુર થી સામરડા રસ્તો, કડછ થી બગસરા રસ્તો અને પાતા થી સરમાં રસ્તો બંધ થઈ જતાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે.માધવપુર શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે.તેથી પાણીના અવિરત પ્રવાહને કારણે મધુવંતી નદીમાં ઘોડાપૂર આવતા ત્રણ દરવાજા ખોલાયા હતા.સતત વરસતા વરસાદને કારણે માધવપુર ઘેડ પંથકના ખેતરોમાં માધવપુરની મઘુવંતી નદીમા ઘોડાપુર આવતા જ સમગ્ર ઘેડ પંથક પાણીથી તરબોળ થઈ ગયું હતું અને ખેતરો પાણીથી છલકાયા હતા.