Abtak Media Google News

પાસ અગ્રણી ગીતાબેન પટેલ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિત ૩૦ ઉમેદવારોને ચૂંટણી લડવાના અભરખા

હળવદ-ધાંગધ્રા કોંગ્રેસના ધારાસભ્યએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધા બાદ ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે ધાંગધ્રા ખાતે ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસ પક્ષમાંથી અધધ ૩૦ જેટલા ઉમેદવારોએ સેન્સ આપી હતી.

Advertisement

હળવદ ધાંગધ્રાની ખાલી પડેલી બેઠક પર આગામી તારીખ  ૨૩ એપ્રિલના રોજ  ચૂંટણી  યોજાનાર છે ત્યારે બંને પક્ષો દ્વારા મૂરતિયા ઓ ગોતવા મથામણ કરી રહ્યા છે ત્યારે આજરોજ ધાંગધ્રા ખાતે કોંગ્રેસ પક્ષના ગોવિંદભાઈ મકવાણા, બળદેવભાઈ લુણી, મનુભાઈ પટેલ, સહિતના કોંગ્રેસ  અગ્રણીઓની હાજરીમાં ચૂંટણી લડવા થનગનતા મુરતિયાઓ ના સેન્સ લેવામાં આવ્યા હતા. જેમાં હળવદ ધાંગધ્રાની પેટા ચૂંટણી પર ૩૦ જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી હતી.

જેમાં પાસ અગ્રણી ગીતાબેન પટેલ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા,ત્રિ સાલભાઈ પટેલ, હેમાતભાઈ રાવલ, મનસુખભાઈ, સનતભાઇ ડાભી ,ગોગજીભાઈ પરમાર, વનરાજભાઈ રાજપુત, ભીખાભાઇ પટેલ ,ત્રિભુવનભાઈ બાવરવા ,કુલદીપસિંહ ,મુકેશભાઈ ગામી,અનિલભાઈ પટેલ, અનિરુદ્ધસીહ ખેર ,કે.ડી બાવરવા, ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, દિનેશભાઈ સોનગરા, નારણભાઈ સહિત ૩૦ જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હળવદ ધાંગધ્રાની પેટાચૂંટણીમાં હાઈ કમાન્ડ કોને મેન્ડેડ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.