Abtak Media Google News

અગાઉ અમિતાવ ઘોષને પદ્મશ્રી અને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી પણ નવાજયા છે

અંગ્રેજીભાષાના પ્રતિષ્ઠીત સાહિત્યકાર અમીતાવ ઘોષને ૫૪ વર્ષ બાદ પ્રથમ વખત અંગ્રેજી સાહિત્યકાર તરીકે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનીત થવાવાળા તેઓ અંગ્રેજી ભાષાનાપ્રથમ લેખત બન્યા છે. પ્રતિભા રોયની અધ્યક્ષતામાં યોજાયેલી જ્ઞાનપીઠચયન સમીતીની બેઠકમાં અમિતાવ ઘોષને એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જ્ઞાનપીઠ એવોર્ડ મળવાની સાથો સાથ અમિતાવ ઘોષને ૧૧ લાખ રૂપિયા તથા વાઘદેવીની પ્રતિમા આપવામાં આવશે. જ્ઞાનપીઠ એવોર્ડના સુત્રોના જણાવ્યાનુસાર અંગ્રેજી ભાષાને ત્રણ વર્ષ પહેલા જ્ઞાનપીઠ પુરસ્કારની ભાષામાં સામીલ કરવામાં આવ્યું હતું. જેમાં અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ સાહિત્યકાર અમિતાવ ઘોષને દેશને સર્વોચ્ચ સાહિત્યકાર એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

અમિતાવ ઘોષની વાત કરીએ તો તેઓ પં.બંગાળના કલકતામાં ૧૯૫૬માં જન્મ્યા હતા. તેઓની રચના દેશ-વિદેશમાં ખૂબજ પ્રચલીત છે. સાપ્રત પરિસ્થિતિને કઈ રીતે લોકોને પિરસ્વી તેમાં તેઓ ખૂબજ અવ્વલ માનવામાં આવે છે.

અમિતાવ ઘોષના સાહિત્યોની વાત કરીએ તો તેમની રચનાઓ જે લોકમુખે ચર્ચાઈ રહી છે તેમાં ‘ધ સર્કલ ઓફ રીજન’, ‘ધ સેડો લાઈન’, ‘ધ કલકત્તા ક્રોમોસોમ’, ‘ધ ગ્લાસ પેલેસ’, ‘ધ હન્ગ્રી ટાઈડ’, ‘રિવર ઓફ સ્મોક’ અને ‘ફલ્ડ ઓફ ફાયર’ સહિતની આ રચનાઓ લોકોના માનસ પટ પર છવાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.