Abtak Media Google News

ગુજરાત હાઇકોર્ટે આપ્યો ઓર્ડર: વધુ સુનાવણી રપ સપ્ટેમ્બરે થશે

બરોડા ભાગદોડ કેસમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન સામે કાનૂની કાર્યવાહી કરવા મામલે અદાલતે સ્ટે આપ્યો છે. વડોદરા રેલવે સ્ટેશને ફિલ્મ રઇશના પ્રમોશન દરમિયાન શાહરુખ ખાનને જોવા ઊમટી પડેલી ભીડથી મચેલી ભાગદોડમાં એક વ્યકિતનું મૃત્યુ નીપજયું હતું.

બરોડા રેલવે પોલીસે અદાલતમાં સબમીટ કરેલા તપાસ અહેવાલ અનુસાર આ ઘટનામાં શાહરુખ સામે કાનૂની કાર્યવાહી થઇ શકે તેવી ભલામણ કરવામાં આવી હતી. આ તપાસ રીપોર્ટના આધારે અદાલતે શાહરુખ ખાનને ૨૩ જુલાઇ સુધીમાં હાજર થવાનું ફરમાન કર્યુ હતું. પરંતુ શાહરુખ ખાનના વકીલે અદાલતમાંથી સ્ટે મેળવી લીધો છે. ગુજરાત હાઇકોર્ટે બરોડા ભાગદોડ કેસમાં અભિનેતા સામે કાનુની કાર્યવાહી  કરવા સામે સ્ટે આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિશ એ.જે. દેસાઇએ આ સ્ટે ઓર્ડર આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી માટે તારીખ રપ સપ્ટેમ્બર મુકરર કરાઇ છે.

 


 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.