Abtak Media Google News

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ના સમાપન પ્રસંગે ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠિયાએ શાળા નં-૯૪ ખાતે ૫૫ બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

Shala Pravetsaw Rajkot -Mla Lakhabhai Sagthiya
Shala Pravetsaw Rajkot -MLA Lakhabhai Sagthiya

નવો પ્રવેશ મેળવતા તમામ બાળકોને આશાસ્પદ ભવિષ્યની શુભેચ્છા પાઠવતાં ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠિયાએ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રાજયસરકાર દ્વારા કરાઇ રહેલી કામગીરી વિગતો રજૂ કરી હતી,

Final 23 6 18 Shala Pravetsaw Rajkot Mla Lakhabhai Sagthiya09

વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવા તથા વાલીઓને બાળકોના અભ્યાસમાં રસ લેવા શ્રી સાગઠિયાએ ખાસ અનુરોધ કર્યો હતો.

Final 23 6 18 Shala Pravetsaw Rajkot Mla Lakhabhai Sagthiya10

ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠિયાએ શાળા નં-૯૪ ખાતે આંગણવાડીમાં ૧૭ કુમારો અને ૧૬ કન્યાઓ તથા ધોરણ-૧માં ૧૧ કુમારો અને ૧૧ કન્યાઓ મળી કુલ ૫૫ બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો હતો.

Final 23 6 18 Shala Pravetsaw Rajkot Mla Lakhabhai Sagthiya02

અને શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ, પુસ્તકો તથા ગણવેશ આપી આવકાર્યા હતા.

Final 23 6 18 Shala Pravetsaw Rajkot Mla Lakhabhai Sagthiya06        મનુષ્ય ગૌરવ ગાનથી કાર્યક્રમનો કાર્યક્રમનો શુભારંભ થયા બાદ શાળાના બાળકોએ મનુષ્ય ગૌરવ ગાન,યોગનિદર્શન, દેશભકિત, વગેરે રજુ કર્યા હતા. શાળાના આચાર્ય શ્રી જુઇબેન માંકડે સ્વાગત પ્રવચન કર્યું હતું.

Final 23 6 18 Shala Pravetsaw Rajkot Mla Lakhabhai Sagthiya08 ધોરણ-૩ થી ધોરણ-૮માં પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરાયા હતા. તથા શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Final 23 6 18 Shala Pravetsaw Rajkot Mla Lakhabhai Sagthiya04બેટી બચાવો તથા સ્વચ્છતા અભિયાન વિષે શાળાના બાળકોએ મનનીય પ્રવચનો આપ્યા હતા.

Final 23 6 18 Shala Pravetsaw Rajkot Mla Lakhabhai Sagthiya05આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રી જગદીશભાઇ ભોજાણી, કોર્પોરેટરોશ્રી અશ્વિનભાઇ ભોજાણી તથા શ્રીમતિ જયોત્સ્નાબેન ટીલાળા, સી.આર.સી. શ્રી પિયુષભાઇ પરમાર,

Final 23 6 18 Shala Pravetsaw Rajkot Mla Lakhabhai Sagthiya03 લાયેઝન ઓફિસરશ્રી શાંતિભાઇ પેઢડીયા,  અગ્રણીશ્રી રાજુભાઇ ઝુંઝા, સંગીતાબેન છાયા, સમજુબેન લુણાગરીયા, હીરેનભાઇ દુધાત્રા, અરૂણભાઇ નિર્મળ, માધવભાઇ દવે, રજનીભાઇ ગોલ, હરેશભાઇ કાનાણી, વાલીઓ, શિક્ષકો, છાત્રો વગેરે ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.