Abtak Media Google News

અલગ-અલગ વિસ્તારોમાં શાળાઓની આજુબાજુમાં ૪૧ પાનવાળાઓને ત્યાં ચેકિંગ: દંડ વસુલાયો

શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજયામાં તમાકુનું વેચાણ કરી કોટપા એકટનો ભંગ કરતા પાનવાળાઓ પર તુટી પડવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે આપેલા આદેશને પગલે આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શાળાઓની આસપાસ ૪૧ પાનના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૨૮ આસામીઓને નોટીસ ફટકારી દંડ વસુલ કરાયો છે. ૮ કિલો તમાકુ, ૧૨૮ નંગ તમાકુવાળી ફાકી, ૧૩૦ સીગરેટના પેકેટ અને ૫૪૦ બીડીની જુડીનો નાશ કરવામાં આવ્યો હતો.

Img 20180623 Wa0021 1આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શાળા-કોલેજોની આસપાસ તમાકુ વેચતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પટેલ બોર્ડીંગ સ્કૂલ સામે, યુનિવર્સલ સ્કુલ સામે, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે, પરીમલ સ્કૂલ સામે, નચિકેતા સ્કૂલ સામે, રાજકોટ પબ્લીક સ્કુલ સામે, એસ.કે.પી. સ્કૂલ નજીક, ગાંધી સ્કૂલ પાસે, ધોળકિયા સ્કૂલ સામે, એસ.એન.કે. સ્કૂલ સામે, આર.કે.સીની દિવાલ પાસે, વિરાણી સ્કૂલ પાછળ, આર્ફેડ સ્કૂલની પાછળ, બાઈશાઈબા સ્કુલની બાજુમાં અને પીડીએમ કોલેજ સહિત કુલ ૪૮ પાનવાલાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં પોટપાના નિયમ વિરુઘ્ધ શાળા કોલેજોની ૧૦૦ મીટરની આસપાસ તમાકુ પ્રોડકટનું વેચાણ કરવા સબબ પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ચામુંડા ડિલકસ પાન, શકિત પાન, પ્રકાશભાઈ જોબસવા, જય ડિલકસ પાન, ઝબીરભાઈ અલીભાઈ ચકાદાર, લક્ષ્મણસિંહ ઝાલા, ખોડિયાર પાન, કિસ્મત દાળ પકવાન, રોયલ હોટ ડોગ, શ્રીહરી દાળ પકવાન, જયશ્રી મોમાઈ ટી સ્ટોલ, રોશની પાન, ધોરાજીવાળા ભુંગડા, સુરેશભાઈ રગડાવાલા, સરોજની મદ્રાસ કાફે, સદગુ‚ પાન, શિવ વડાપાઉ, ચામુંડા ભજીયા, બાલાજી દાળ પકવાન, અંબીકા દાળ પકવાન અને શકિત પાનને નોટિસ ફટકારી ‚ા.૧૪૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન ૮ કિલો તમાકુ, ૧૨૮ તમાકુવાળી ફાકી, ૧૩૦ પેકેટ સિગરેટ, ૫૪૦ બીડીની જુડીનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.