Abtak Media Google News

કેન્દ્રો ખાતે થઈ રહેલ વીડિયોગ્રાફીના ૧૨ કલાકના ૧૫૦૦ ચૂકવાશે: જિલ્લાના અધિકારીઓની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છેજેમાં મજૂરોને ગુણી દીઠ રૂ.૧૯ની મંજૂરી તેમજ વીડિયોગ્રાફીના ૧૨ કલાકના ૧૫ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે મગફળી ખરીદીની પ્રક્રિયા સામે સંકળાયેલા અધિકારીઓની બેઠક મળી હતી જેમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

જિલ્લા કલેકટર કચેરી ખાતે આજ રોજ ટેકાના ભાવે મગફળી ખરીદીની સમીતીના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, પુરવઠા અધિકારી, ખેતીવાડી અધિકારીઅને અધિક જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. હાલ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા ચાલુ છે. જેમાં મજૂરો ગુણીમાં મગફળી ભરી અને તેને વાહનમાં ચડાવ્યા બાદ ફરી તેને ગોડાઉન ખાતે ઉતારવાની કામગીરી કરી રહ્યાં છે. અત્યાર સુધી આ મજૂરોનું મહેનતાણુ નકકી કરવામાં આવ્યું ન હતું. જેથી આ બેઠકમાં તેઓનું મહેનતાણુ નકકી કરાયું હતું. બેઠકમાં મજૂરોને એક ગુણીના રૂ.૧૯ મજૂરીપેટે ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મજૂરોએ પણ આ નિર્ણયમાં સહમતી દર્શાવી હતી. પરંતુ ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં મજૂરોને ૧ ગુણીના ૨૦ રૂપિયા તેમજ ભાવનગરમાં મજૂરોને એક ગુણીના રૂ.૨૧ મજૂરી પેટે ચૂકવવામાં આવે છે. આ બન્ને જિલ્લા કરતા રાજકોટ જિલ્લામાં મજૂરોને ઓછુ મહેનતાણુ નકકી કરવામાં આવ્યું છે.

જિલ્લાના તમામ મગફળી ખરીદ કેન્દ્રો ખાતે મગફળી ખરીદીની વીડિયોગ્રાફીકરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. ત્યારે આ બેઠકમાં વીડિયોગ્રાફરનું મહેનતાણુ પણ નકકી કરવામાં આવ્યું હતું. વીડિયોગ્રાફરોને ૧૨ કલાકના રૂ.૧૫૦૦ ચૂકવવાનું આ બેઠકમાં સુચવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.