Abtak Media Google News
મોરબીના ત્રિકોણબાગ નજીક આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ભીષણ આગ લાગતા મોરબી પાલિકાની બે ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા આગ બુઝાવવા પ્રયાસો શરૂ કરાયા છે, સદનસીબે બેન્કિંગ કાર્યવાહી શરૂ થઇ ન હોય લોકીની આવન જાવન પૂર્વે આગનો બનાવ બનતા કોઈ જાનહાની થઈ નથી.

Whatsapp Image 2018 05 05 At 10.29.41 Am

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ત્રિકોણબાગ પોસ્ટ ઓફીસ નજીક આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં આજે સવારે અચાનક આગ લાગતા મોરબી પાલિકાના બે ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયોસો શરૂ કરાયા હતા.
Whatsapp Image 2018 05 05 At 10.29.49 Amવધુમાં ભીષણ આગને કારણે બેંકનું રેકર્ડ બળીને ખાખ થઈ જવા પામ્યું છે અને પ્રાથમિક અંદાજમાં લાખો રૂપિયાની નુક્શાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
બીજી તરફ બેન્ક શરૂ થયા પૂર્વજ આગ લાગી હોય સદનસીબે બેંકમાં ગ્રાહકોની ચહલ પહલ ન હોય એ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, હાલ ફાયર બ્રિગેડ દ્વારા બેંકના આગળ અને પાછળના ભાગેથી આગ પર કાબુ મેળવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.