Abtak Media Google News

પવનપુત્ર હનુમાનની જન્મજયંતિ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે. અત્યારે ચૈત્ર પૂર્ણિમા 6 એપ્રિલ 2023, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે બજરંગબલીના ભક્તો તેમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવશે. હનુમાનજી નામ જ એવું જ જેનાથી નધ જ દુખ, દર્દ, પીડા જતી રહી છે ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાના પણ અનેક ફાયદા છે ચાલો જાણીએ વિગતવાર…

હનુમાન ચાલીસા ના પાઠ કરવાથી અનેક ફાયદા છે. ગોસ્વામી તુલસીદાસજીને હનુમાન ચાલીસાના રચનાકાર છે. તેથી જ ‘રામ ચરિત માનસ’ની જેમ જ હનુમાન ગુણગાથાને પણ લાભદાયક માનવામાં આવે છે. જ્યોતિષી રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે હનુમાન જયંતી – જ્યોતીષ ૯૯૨૫૬૧૧૯૭૭ના દિવસથી પૂરી શ્રદ્ધાથી એક બાજોઠ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પથરી તેના ઉપર હનુમાનજી ની છબી રાખી હનુમાનજી પાસે ફુલવાટનો સરસવના તેલનો દીવો કરો.

સૌપ્રથમ શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી રામની એક માળા કરવી ત્યારબાદ ૭ અથવા ૧૧ વખત હનુમાન ચાલીસા ના પાઠ કરવા આ વિધિ હનુમાન જયંતિના દિવસથી દરરોજ નિયમિત પણે કરવી આવે તે સવારના અથવા સાંજના સમયે કરવી પવિત્રતા નુ પાલન કરવુંઓછા માં ઓછું ત્રણ મહિના કરવાથી જીવનની બાધાઓ દૂર થશે

હનુમાન જન્મોત્સવ ચિત્રા નક્ષત્રમાં હોવાથી આપશે ઉત્તમ ફળ

આ દિવસે સવારે હસ્ત નક્ષત્ર 12.40 સુધી છે ત્યાર બાદ ચિત્રા નક્ષત્ર છે આથી હસ્ત અને ચિત્રા બંને નક્ષત્રમાં હનુમાન જયંતિ ઉત્તમ ગણવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં થયેલ આથી આ વર્ષે પણ બપોર થી ચિત્રા નક્ષત્ર છે. આથી હનુમાન જન્મોત્સવ વધારે ઉત્તમ ગણાશે.

રાજદીપ જોશી 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.