Abtak Media Google News

સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગષ્ટ 1947નો દિવસ એટલે ભારતનો સ્વાતંત્ર્ય દિવસ. આશરે રપ0 વર્ષની ગુલામીની બેડીમાંથી મુક્તિ. આ દિવસનું મહત્વ ભારતના દરેક નાગરિકને હોય તે. અગત્યનું છે. 1પમી સદીમાં એટલે કે ઈ.સ.1498માં યુરોપખંડમાંથી પોર્ટુગલ દેશથી આવેલા વાસ્કો-દ-ગામાએ ભારતનો નવો જળમાર્ગ શોધ્યો અને તેને પગલે ડચ, ડેનિશ, અંગ્રેજો અને ફ્રેન્ચો તથા યુરોપીય પ્રજા પણ વેપારને બહાને ભારતમાં આવી, વેપારને બહાને ભારતની જાહોજલાલી લૂંટવા.

આ બધીજ પ્રજામાં અંગ્રેજો ભારતના સર્વસત્તાધીશ બન્યા. અત્યાચાર અને શોષણ કરીને ભારતની આર્થિક સમૃધ્ધિને તેમણે ઇંગ્લેન્ડ ભેગી રી, ભારતની ખેતી, ગૃહઉદ્યોગો બરબાદ ર્ક્યું રાજાઓ પાસેની ખેતીની મહેસુલી આવક પોતાના હસ્તક લઈ લીધી અને પોતાના મંત્રોથી ચાલતા કારખાના શરૂ કરી નફો રળવાનું શરૂ ર્ક્યું.

જૂનાગઢની સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદિપભાઈ ખીમાણી, જગદીશભાઈ ખીમાર્ણો, નરેશભાઈ ખીમાણી, રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણી વધુમાં જણાવે છે કે આ અત્યાચારી શાસન સામે ભારતમાં રાષ્ટ્રવાદ જાગ્યો. પરિણામે ઈ.સ.1857માં વિપ્લવ થયો જેને અંગ્રેજોએ નિષ્ફળ બનાવ્યો. ઈ.સ.1885માં રાષ્ટ્રવ્યાપી કોંગ્રેસ સંસ્થા ઉભવી જેનો મુખ્ય હેતુ હતો અંગ્રેજોના અત્યાચાર સામે રાષ્ટ્રને ન્યાય અપાવવાનો. તેમાં પણ શાંતિથી લડત કરનાર મવાળવાદી અને ઉગ્ર લડત આપનાર જહાલવાદી એમ બે જૂથ પડી ગયા પણ એ બંને જૂથ જતાં કાંઈક અલગ જ, અંગ્રેજોની ઊંઘ હરામ કરનાર ક્રાંતિકારી જૂથ ઉદ્ભવ્યું.

જેણે અંગ્રેજોને ધોળા દિવસે તારા દેખાડેલા. જેમાં ભગતસિંહ અને ચંદ્રશેખર જેવા વીર સપૂતો હતા જેમણે આઝાદી માટે બલિદાન આપ્યા.ઈ.સ.1915માં વિશ્વયુદ્ધનો માહોલ રચાયો અને એ જ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત આવ્યા અને કોંગ્રેસમાં મવાળવાદી પક્ષમાં જોડાયા. ગાંધીજીએ ભારતના લોકોને ઈંગ્લેન્ડને યુદ્ધમાં મદદ કરવા કહ્યું પરંતુ યુદ્ધ પૂરું થતાં જ અંગ્રેજોએ હાથ ઊંચા કરી દીધા. આ બધું થવા છતાં સ્વતંત્રતા દિવસનું મહત્વ માત્ર જાહેર રજા અને ઉજવણી પૂરતું જ સીમિત થઈ ગયું હોય તેમ નથી લાગતું? હજુપણ દેશમાં ઘણાં દૂષણો, ખામીઓ છે જેને દૂર કરવા આ દિવસે સંકલ્પ કરવો રહ્યો દશને આબાદ કરવા ઉદ્યમ કરવો રહ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.