Abtak Media Google News

અબતક, નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાય સભ્યપદ મળે તેને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવખત સમર્થન આપ્યું છે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે- ભારત યુએનએસસીનું સ્થાયી સભ્ય હોવું જોઈએ. સાથે જ રશિયાના રાષ્ટ્રપતિએ ભારતના મજબૂત આર્થિક વિકાસની પણ પ્રશંસા કરી હતી. વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો પર નિશાન સાધતા કહ્યું કે- આ તે દરેક દેશને દુશ્મન તરીકે રજૂ કરે છે જે આંખ બંધ કરીને તેમની પાછળ પાછળ ચાલવા માટે તૈયાર નથી.

Advertisement

રશિયન રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના ભરપેટ વખાણ કરી સ્થાયી સદસ્યતા આપવા કરી ભલામણ

એક સમયે તેમણે ભારતની સાથે પણ આવું કરવાનો પ્રયાસ કર્યો હતો. પુતિને વધુમાં કહ્યું કે- અમે બધું જ સમજીએ છીએ. એશિયામાં સ્થિતિ અમે સમજી અને અનુભવી રહ્યાં છીએ. બધું જ સ્પષ્ટ છે. પુતિને વધુમાં વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે- ભારતીય નેતૃત્વ સ્વ નિર્દેશિત છે, એટલે કે કોઈના દબાણ વગર અને ઝુક્યા વગર કામ કરે છે. ભારતીય નેતૃત્વ રાષ્ટ્રીય હિતોની સાથે આગળ વધે છે. તેથી પશ્ચિમી દેશોના પ્રયાસોનો કોઈ જ અર્થ નથી રહેતો, પરંતુ તેઓ તેમ છતાં પ્રયાસો કરે છે. તેઓ આરબ દેશોને પણ દુશ્મનની જેમ રજૂ કરવાના પ્રયાસ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.