Abtak Media Google News

ઈનોવેશન પર કોઈનો એકાધિકાર હોતો નથી. સંશોધન અને શોધ કોઈ પણ કરી શકે છે એ વાતને ચરિતાર્થ કરતાં સુરતના નટુભાઈ પટેલે કોઠાસૂઝથી હોલિવૂડની ફિલ્મોમાં જોવા મળતી રીંગ બાઈક બનાવી છે. આ રીંગ બાઈક લઈને નટુભાઈ સુરતના રસ્તા પર નીકળે ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની જતાં હોય છે. ગેરેજ ચલાવતા નટુભાઈ પટેલ માત્ર 7 ચોપડી ભણેલા છે. પરંતુ પોતાના પ્રયોગો કરવાની મથામણે તેમને ફરી એકવાર સફળતા અપાવી છે.

Advertisement

Whatsapp Image 2023 08 05 At 5.59.34 Pm

નટુભાઈએ કહ્યું કે, મને નાનપણથી જ કઈંક અલગ કરવાનું ગમતું હતું. મે એક નોર્મલ સાઇકલને બેટરી સાઇકલમાં ફેરવી હતી. જે જોઈને મને એક ઇલેક્ટ્રિક કંપનીમાં નોકરી પણ મળી ગઈ. ધો. 7 ભણેલા 64 વર્ષના નટુ પટેલે બાઇક તથા કારમાં પ્રયોગ કરતા રહે છે. તેમણે એક ઇલેક્ટ્રિક રીંગ બાઇક બનાવી છે.આ બાઇકને બનાવતા 4 મહિનાનો સમય લાગ્યો હતો. જેની સંપૂર્ણ ડિઝાઇન તેમણે જાતે જ કરી છે. ઇલેક્ટ્રિક બેટરી કીટ, સ્ટીલની પાઇપ, બાઇકના જમ્પર અને બેલન્સ માટે ઘણાં ટેસ્ટ કર્યા ત્યારે તેને બેલેન્સ કરી શક્યા. બાઇકમાં 80 હજારથી વધુનો ખર્ચો થયો છે.

નટુકાકાના નામે ઓળખાતા નટુભાઈ પટેલ છેલ્લા 42 વર્ષથી મિકેનિક તરીકે પોતાનું કામ કરી રહ્યા છે. નાનપણથી જ તેમને કંઈક અલગ કરવાનો શોખ હતો. હવે તેમનો આ શોખ પૂરો થયો છે આ બાઈક બનાવવા માટે તેમણે દિવસ રાત મહેનત કરી છે આ બાઈક બનાવી છે. નટુભાઈએ આ બાઈકની સર્વપ્રથમ ડિઝાઇન બનાવી હતી. ડિઝાઇન બનાવ્યા બાદ કબાડી માર્કેટમાંથી થોડો થોડો સામાન લાવ્યા બાદ બાઈકને બનાવવાની શરૂઆત કરી હતી.

Whatsapp Image 2023 08 05 At 5.58.16 Pm

આ બાઈકને બનાવવા માટે તેમણે નાની લિથિયમ બેટરીનો ઉપયોગ કર્યો છે લિથિયમ બેટરી એકવાર ચાર્જ કરવાથી 30 કિલોમીટર ચાલે છે. લીથીયમ બેટરીને ચાર્જ કરવાનો સમય એક કલાક જેવું લાગે છે. એક યુનિટ કરતાં પણ ઓછી વીજળીમાં આ બેટરી ચાર્જ થઈ જાય છે નટુભાઈ દ્વારા બનાવવામાં આવેલી આ રીંગ બાઈકનો અત્યારે બનાવવાનો ખર્ચ 80 જેટલો આવ્યો છે.

નટુભાઈ જ્યારે આ બાઈક લઈને સુરતના રસ્તા ઉપર નીકળે છે ત્યારે લોકો કુતુહલતા સાથે આ બાઈક અને જુએ છે. નટુભાઈ રસ્તા વચ્ચે જતા હોય ત્યારે લોકો તેમની પાસે આ રીંગ બાઇક રોકાવીને એક વખત રાઉન્ડ પણ માનતા હોય છે અને જ્યારે પણ તેઓ રસ્તા પરથી નીકળે ત્યારે લોકો સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માટે તેના વીડિયો પણ બનાવતા હોય છે. લોકો દ્વારા સહયોગ મળતા નટુકાકા પણ ખુશખુશાલ જોવા મળે છે નટુકાકાને સેલિબ્રિટી હોય એવી ફીલીંગ તેમને આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.