Abtak Media Google News

વ્યવસાયવેરા વ્યાજ માફી યોજના ૩૧ ઓગસ્ટ સુધી અમલમાં સંબંધિત તમામ ધંધાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારએ જાહેર કરેલી વ્યવસાય વેરા વ્યાજ માફી યોજનાનો રાજકોટ મહાનગરપાલિકામાં આજથી અમલ શરૂ કરવામાં આવેલ છે અને આ યોજના આગામી તા.૩૧.૦૮.૨૦૧૯ સુધી અમલમાં રહેશે તેવી જાહેરાત કરી માન. મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રાજકોટ શહેરના સંબંધિત તમામ ધંધાર્થીઓ આ યોજનાનો લાભ લ્યે તેવો અનુરોધ પણ કર્યો છે.

તેઓએ એ વધુમાં એમ જણાવ્યું હતું કે, વ્યવસાયવેરામાં ઘણા વ્યવસાયીઓ, ધંધાર્થીઓ, પેઢીઓ, તેમજ કામે રાખનાર (નોકરીદાતાઓ) કંપની / પેઢીઓ વ્યવસાયવેરો ભરવાને પાત્ર હોય તેમ છતાં વ્યવસાય વેરા કાયદા હેઠળ નોંધાયેલ નથી / રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેમજ નોંધાયેલ કરદાતાઓ ભરપાઇ કરતાં નથી. આવા વ્યવસાયીઓ વ્યવસાયવેરા કાયદાની જોગવાઇનું પાલન કરે અને ચૂક સુધારી લેવાની તક મળે અને મહાનગરપાલિકાને વ્યવસાયવેરાની આવક પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજ્ય સરકારશ્રી હસ્તકના નાણાં વિભાગ અને રાજ્ય વેરા કમિશનરશ્રીની કચેરી દ્વારા વ્યવસાયવેરા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેની અમલવારી આજ રોજ તા.૨૪/૦૭/૨૦૧૯ શરૂ કરવામાં આવેલ છે. આ વ્યાજ માફી યોજના તા.૩૧.૦૮.૨૦૧૯ સુધી અમલમાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.